વેબિનાર:સ્ટાર્ટઅપ ત્યારે બને છે જ્યારે તેની ઘણી માંગ અને આવશ્યકતા હોય

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંત્રપ્રિન્યોર માટે દરેકની વ્યાખ્યા જુદી હોય છે. કારણ કે ઈનોવેશનને લઈને દરેકના વિચારો અને દ્દષ્ટિકોણ પણ જુદા હોય છે. કોઈપણ સ્ટાર્ટઅપ શરૂ કરવા જઈએ ત્યારે વિઝન ઘણી મહત્વની વસ્તુ છે. કોઈપણ ધંધો નાનો નથી. મહત્વનું એ છે કે તમે તમારા સ્ટાર્ટઅપનું એક્ઝિકયુશન કઈ રીતે કરો છો. વીએનએસજીયુ દ્વારા આત્મનિર્ભર ભારત એન એરા ઓફ ઈનોવેટર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમાં આ વાત નીશી જૈને કરી હતી.

થીંક ઈન્ડિયાના કન્વીનર પ્રતિક સુથારે જણાવ્યું હતું કે ઈનોવેશન એટલે જયાં સમયની કોઈ એવી માંગ હોય છે કે કયાંક કોઈ સમસ્યાને નવી રીતથી નવા આઈડિયાથી સોલ્વ કરવું તેને ઈનોવેશન કહેવાય. સ્ટાર્ટઅપ ત્યારે બને છે જયારે તેની ઘણી ડિમાન્ડ અને આવશ્યકતા હોય છે. રોજીંદા જીવનમાં ઘણી બધી સમસ્યા હોય છે જેમ કે સોશિયલ, લીગલ પ્રોબ્લેમ. આ દરેક સમસ્યાને સોલ્વ કરવાની, લાઈફસ્ટાઈલને ઈમ્પ્રુવ કરવાની તેમાં ઈનોવેટિવ કરવું તેને સ્ટાર્ટઅપ કે ઈનોવેશન કહેવાય છે. આજે વિશ્વમાં અને ભારતમાં તેના ઘણા બધાં ઉદાહરણો છે. લોકડાઉન પછી સ્ટાર્અપની ડિમાન્ડ વધી છે. ચાઈનિઝ વસ્તુઓ બે થવાથી ભારતમાં ઘણી બધી જરૂરિયાતો ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...