દુર્ઘટના:કુંભારિયા પુલ પર બેફામ દોડતી ટ્રકે મોપેડ સવાર યુવકને કચડ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સારોલી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં 2ના મોત
  • વેડછા પાટિયા પાસે વાહને અજાણ્યા યુવકને ઉડાવ્યો

સુરત કડોદરા રોડ પર સારોલી નજીક બનેલા અલગ અલગ અકસ્માતના બે બનાવમાં બે યુવકોના મોતને ભેટ્યા હતા. આ બંને બનાવમાંથી પહેલાં અકસ્માતમાં પાંડેસરાનો યુવક મોપેડ લઈ કડોદરાથી સુરત તરફ આવી રહ્યો હતો ત્યારે કુંભારીયા ખાડી પુલ પર બેફામ ટ્રક ચાલકે યુવકને અડફેટમાં લીધો હતો. આ અકસ્માતમાં મોપેડ સવારયુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના અન્ય બનાવમાં વેડછા પાટિયા પાસે સર્વિસ રોડ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા અજાણ્યાં યુવકનું પણ મોત નીપજ્યું હતું.

મહેસાણાના મોટીદાવ ગામના વતની અને પાંડેસરા પિયુષપોઇન્ટ નજીક ભગીરથ રેસીડેન્સીમાં રહેતા 33 વર્ષિય ચેતનભાઇ પોપટભાઈ પારેખ ટેક્સટાઇલ માર્કેટમાં કલેક્શનનું કામ કરતા હતા. ચેતનભાઇ પારેખ અને તેમના નાનાભાઈ ભાવેશ પારેખ બંને એક સાથે કામ કરતા હતા. ચેતનભાઈ મોપેડ અને ભાવેશભાઈ બાઈક લઈને બંને સવારના સમયે એક સાથે નોકરીએ ગયા હતા. નોકરી પરથી ચેતનભાઇ કોઈ કારણોસર મોપેડ મારફતે કડોદરાથી સુરત તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન કુંભારીયા ખાડી પુલ પર એક બેફામ આવેલા ટ્રકના ચાલકે તેમને અડફેટમાં લીધાં હતાં. ટ્રકની અડફેટે આવતા ચેતનભાઇ ગંભીર રીતે ઘવાયાં હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

અન્ય બનાવમાં વેડછા પાટિયા પાસે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર એક અંદાજે 20થી 30 વર્ષની ઉમરના અજાણ્યા યુવકને કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બન્ને બનાવો અંગે સારોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...