તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રીન એનર્જી:દક્ષિણ ગુજરાતમાં 700 કરોડમાં 5 લાખ સ્ક્વેર ફૂટમાં સોલાર મોડ્યુલર કંપની સ્થપાશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોલાર મોડ્યુલ કંપની જુલાઈ 2021 અને સોલાર સેલ કંપની 2022માં શરૂ થશે

દક્ષિણ ગુજરાતમાં 700 કરોડ રૂપિયાના રોકાણથી સોલાર મોડ્યુલ કંપનીની સ્થાપના કરવામાં આવશે. જેમાં 4500 (ડાયરેક્ટલી ઈન્ડાયરેક્ટલી) લોકોને રોજગારી મળશે. જુલાઈ 2021 સુધીમાં આ કંપની કાર્યરત જશે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 6 જેટલી સોલાર મોડ્યુલ બનાવતી કંપનીઓ શરૂ થઈ છે જે દર વર્ષે અંદાજે 4 હજાર મેગા વોટ વિજળી ઉત્પન્ન કરી શકે તેટલી સોલાર મોડ્યુલ બનાવીને ભારત સહિત વિશ્વના 28થી વધારે દેશોમાં એક્સપોર્ટ કરે છે.

ત્યારે લોકો વધારેમાં વધારે સોલાર એનર્જી તરફ વળે તે માટે સોલાર ગોલ્ડી દ્વારા કંપનીની ક્ષણતા ‌વધારવા માટે નવસારીના જલાલપોરમાં 700 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, જ્યારે વર્ષ 2022 સુધીમાં 1 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને સોલાર સેલ બનાવતી કંપનીની બનાવવામાં આવશે. આમ સોલાર એનર્જી સેક્ટરમાં દક્ષિણ ગુજરાતમાં બે વર્ષમાં 1700 કરોડ રૂપિયાનું રોકાણ થશે.

પિલર લેસ સિંગલ ફ્લોરમાં સમગ્ર બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે
સોલારસેલ એટલે શું ? : સોલાર એટલે ફોટો વોલ્ટિક એનર્જી, સોલાર સેલને ફોટો વોલ્ટિક સેલ પણ કહેવામાં આવે છે. ફોટો એટલે પ્રકાશ અને વોલ્ટિક એટલે વિજળી. સોલાર સેલ સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે. આ રીતે સોલાર સેલથી એક મોટી પેનલ બનાવવામાં આવે ચે અને તેમાંથી એક એનર્જી પેદા થાય છે.

આવી હશે ટેક્નોલોજી આ કંપનીમાં :સોલાર મોડ્યુલર કંપનીમાં લેટેસ્ટ ફૂલ્લી ઓટોમેટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે સ્ટેટ ઓફ આર્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. કર્મચારીઓની હેલ્થને ધ્યાનમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે જેથી કર્મચારીઓની હેલ્થનું ધ્યાન રાખી શકાય. ફૂલ્લી ફંક્શન લેબોરેટરી અને આરએન્ડી સેન્ટર પણ આ કંપનીમાં બનાવવામાં આવશે.

ક્યાં સ્થપાશે કંપની ? : જલાલપોરમાં 28 વિઘા જમીનની ખરીદી થઈ ગઈ છે અને હાલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. જેમાં 5 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ કરવામાં આવશે. જે બાંધકામ પિલર લેસ સિંગલ ફ્લોર બિલ્ડિંગ હશે. સોલાર મોડ્યુલ અને સોલાર સેલ મળીને કુલ 1700 કરોડનું રોકાણ કરવામાં આવશે.

આઈડિયા કેવી રીતે આવ્યો ?
વર્ષ 2008માં જ્યારે મંદી આવી ત્યારે અમારે અન્ય બિઝનેસમાં ડાઈવર્સિફાય થવું હતું કારણ કે, કુટુંબ મોટુ છે અને યંગસ્ટરો વધારે છે તો અમે નવા બિઝનેસની શોધમાં હતાં, અમારે એક એવો બિઝનેસ શરૂ કરવો હતો કે, જે સસન્ટેનેબલ હોય, લોંગ ટર્મ હોય, જનરેશન ટુ જનરેશન ચાલે જેનાથી પર્યાવરણ, સમાજ અને દેશની સેવા થાય. એનર્જી બિઝનેસ એક એવો બિઝનેસ છે જેની જરૂરિયાત બધાને છે અને રહેશે. ન્યુ એનર્જી એટલે સોલાર, વિન્ડ કે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે.

અને ફ્યુચરિસ્ટિક છે એટલે કે, બિઝનેસની સાથે વાતાવરણનું જતન અને સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ, આ બધુ અમને સોલાર એનર્જી બિઝનેસમાં કરવા માટે સુજ્યું અને એટલે અમે સોલાર મોડ્યુલ (પ્લેટ) અને સોલાર સેલ બનાવતી કંપની સ્થાપવાનું નક્કી કર્યું. આવનારા દિવસોમાં અમે 10 હજાર કરોડની કંપની સ્થાપવાનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ. : ઈશ્વર ધોળકિયા, સોલાર ગોલ્ડીના સ્થાપક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો