• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Congress Staged A Sit in Outside The Collectorate To Protest The Price Hike In Petrol diesel And Cooking Gas Cylinders.

મોંઘવારીના વિરોધમાં દેખાવો:સુરતમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંઘણ ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારાનો વિરોધ, 25 નેતા-કાર્યકરની અટકાયત

સુરત4 મહિનો પહેલા
કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ મોંઘવારીના વિરોધમાં સરકારની નીતિઓ સામે હલ્લાબોલ કર્યું હતું. - Divya Bhaskar
કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ મોંઘવારીના વિરોધમાં સરકારની નીતિઓ સામે હલ્લાબોલ કર્યું હતું.
  • ગેસ સિલિન્ડર અને પેટ્રોલના કેરબા સાથે નવા નિમાયેલા હોદ્દેદારોનો વિરોધ

સુરત શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી અઠવાલાઇન્સ ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ કરીને ટ્રાફિક જામ કરી દીધું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગેસ સિલિન્ડર અને પેટ્રોલના કેરબા લઈને રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત વધી રહેલા સીએનજીના ભાવ, પેટ્રોલના ભાવ, દૂધના ભાવ વગેરે મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યું હતું.તુષાર ચૌધરી, શહેર પ્રમુખ નૈષધ દેસાઈ, મહિલા પ્રમુખ સહિત 25 કરતા વધારે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.

ઘણા સમય બાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ઘણા સમય બાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

નવા હોદ્દેદારોમાં ઉત્સાહ
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘણા દિવસો બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ દ્વારા પણ મોંઘવારીના વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સંગઠનની અંદર નવા નિમાયેલા હોદ્દેદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, સુરત શહેર પ્રમુખ, શહેરના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

ઉત્સાહપૂર્વક વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરાયું હતું.
ઉત્સાહપૂર્વક વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરાયું હતું.

સરકારની નીતિ ખોટી-તુષાર ચૌધરી
પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ વધારો થઈને આવી રહ્યો છે. સરકારને કોઈ યોગ્ય નીતિ ન હોવાને કારણે વિરોધ પ્રદર્શન કરવું જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી માત્ર મલ્ટિનેશનલ કંપનીઓના માલિકોને લાભ થાય તેમજ મોટા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટને લઈને જ નિર્ણય લે છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા અને સાથે તેમને કોઈ લેવાદેવા ન હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. સરકારે તાત્કાલિક અસરથી મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...