સુવિધા:એક જ ટિકિટ મેટ્રો, BRTS, સિટી બસમાં ચાલે તેવી વ્યવસ્થા કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રાન્સની ફન્ડિંગ કંપનીના પ્રતિનિધિ મંડળે કામગીરીની સમિક્ષા કરી

મેટ્રો રેલ પ્રોજેક્ટના નિર્માણ વખતે વિવિધ મેટ્રો સ્ટેશનને શહેરના અન્ય ટ્રાન્સ્પોર્ટેશન બીઆરટીએસ, સિટી બસ, ઇ-રિક્સા અને સાઇકલ શેરિંગ જેવી સેવા સાથે સાંકળી લેવા પાલિકા કમિશનરે જીએમઆરસી ટીમને સુચના આપી હતી. દરમ્યાન ફ્રાન્સથી આવેલી ફંડિન્ગ કંપનીના પ્રતિનિધિ મંડળ સાથે પણ વિવિધ મુદ્દે ચર્ચા કરાઇ હતી.

પાલિકા કમિશનર તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ડિરેક્ટર બી.એન. પાનીની અધ્યક્ષતામાં જીએમઆરસીના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં કન્સ્ટ્રક્સનના પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાયા હતાં. પાલિકા કમિશનરે ફ્રાન્સથી આવેલી અને સુરત મેટ્રો પ્રોજેક્ટને 2187 કરોડ જેટલું ફંડિન્ગના એમઓયુ કરનાર એજન્સી ફ્રારન્સાઇઝ ડેવલપમેન્ટ (એએફડી)ના પ્રતિનિધિ મંડળ સાથે પણ ચર્ચા કરી હતી. એએફડી ટીમે પણ વિવિધ પ્રોગ્રેસ રિપોર્ટ મેળવી રિવ્યૂ કર્યા હતાં.

ટ્રાન્ઝિટ સિસ્ટમનો મેપ બનાવવા સૂચના અપાઈ
પાલિકા તથા જીએમઆરસી અધિકારીઓને તમામ રૂટની રૂપરેખા ઉપર સંકલન કરી શહેરની ટ્રાન્ઝિટ સિસ્ટમ ઉપર મેપ રેડી કરવા પણ સૂચના અપાઇ છે. એટલે મેટ્રોમાં મુસાફરી કરનાર યાત્રીને સ્ટેશન પર ઉતરે એટલે બીઆરટીએ, સિટી બસ અને સાઇકલ શેરિંગ સુધીની સેવા મળી રહે તે દિશામાં પાલિકાએ કામગીરી શરૂ કરી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના ડિરેક્ટર બી.એન. પાનીએ એલિવેટેડ તથા અન્ડરગ્રાઉન્ડ રૂટના સિવિલ વર્કમાં ઝડપ લાવવા પણ બેઠકમાં સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...