આગ:અમરોલીમાં કરિયાણાની બંધ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાતે બનેલી ઘટનામાં કોઈ ઈજા નહીં

અમરોલીમાં કરિયાણાની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં કરિયાણાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશપુરા જલારામ નગરમાં કરિયાણાની બંધ દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા દુકાનદાર અને આસપાસના રહીશોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ કાબુમાં ન આવતા નજીકમાં રહેતા રહીશો ફાયર સ્ટેશને દોડી ગયા હતા અને આગ લાગી હોવાની જાણ કરી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. શોર્ટસર્કિટના કારણે બંધ દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...