સિટીલાઇટ પર મોબાઇલ એન્ડ ફેશન એસેસરીઝની દુકાનમાં ઈ-સિગારેટનું વેચાણ કરતા દુકાનદારને એસઓજીએ બાતમીને આધારે પકડી પાડયો છે. દુકાનમાંથી એસઓજીએ 2.11 લાખના 53 ઈ-સિગારેટના બોક્ષ કબજે કર્યા છે. એસઓજીએ સાગર સતીશ તનેજા(24)(હરીહરનગર, ભટાર)ની સામે ઉમરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ઉમરા પોલીસે દુકાનદારની ધરપકડ કરી છે.
જયારે આ ઈ-,ગારેટ તેનો ભાગીદાર માધવ(રહે,ભટાર) લઈ આવ્યો હતો. માધવ ભાગી જતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ે બન્ને જણા ઈ-સીગારેટ તેના ખાસ ગણાતા ગ્રાહકોને આપતા હતા. લગભગ એકાદ વર્ષથી ઈ-સીગારેટ વેચાણ કરતા હોવાની વાત સામે આવી રહી છે. જો કે ઈ-સીગારેટ ક્યાથી લાવ્યા તે અંગે ભાગીદાર પકડાશે ત્યાર પછી ખબર પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.