કાર્યવાહી:વરાછામાં બ્રાન્ડેડના નામે નકલી ચશ્મા વેચતો દુકાનદાર ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના ઓફિસરે પોલીસ સાથે તપાસ કરી
  • 35 હજારના ડુપ્લિકેટ ચશ્મા મળી આવ્યાં

વરાછામાં બ્રાન્ડેડ કંપનીની અલગ અલગ ફેમના ચશ્માના નામે ડુપ્લીકેટ ચશ્માનું વેચાણ કરતા એક દુકાનદાર સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે.વાત એવી છે કે, બ્રાન્ડેડ કંપનીના ચશ્મા વરાછામાં ડુપ્લીકેટ બનાવી વેચાણ કરતા હોવાની માહિતી કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર સંજય વર્માને મળી હતી. આથી આ ઓફિસરે વરાછા પોલીસની મદદ લઈ ગત 15મીને શનિવારે વરાછાના લંબેહનુમાન રોડ પર આવેલી સ્વસ્તિક સોસાયટીમાં બેગની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ચશ્મા રૂ. 35 હજારની કિમતના મળી આવ્યા હતા. આ અંગે કંપનીના ઓફિસરે વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે વરાછા પોલીસે દુકાનદાર પ્રવિણ સુરેશ નીગમ (રહે, સુરભીવિહાર સોસાયટી, પુણાગામ)ની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બ્રાંડેડ કંપનીઓના નામે નકલી માલનું વેચાણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...