તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:રૂખમા બાઈની 153મી જ્યંતી પર એક સર્ચ એન્જીને તેમનું ડુડલ બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂખમા બાઇએ 35 વર્ષ સુધી સેવા આપી

ભાગાતળાવમાં (રૂખમા બાઈ)પથ્થરવાલી હોસ્પિટલના નામથી સુરતીઓમાં પ્રચલિત સુરતની પહેલી મહિલા હોસ્પિટલ કે જેની સ્થાપના શેઠ મોરારભાઈ વિજભૂખણ દાસ પરિવાર દ્વારા કરવામાં આવી હતી 1895માં શરૂ થયેલી આ હોસ્પિટલમાં રૂખમા બાઈ ચીફ મેડિકલ ઓફિસર તરીકે જોડાયા. તેઓ સુરતીઓમાં તેમના સેવાકાર્યોથી એટલા લોકપ્રિય થયાં કે હોસ્પિટલનું મૂળ નામ ભુલાઈને રૂખમાબાઈ હોસ્પિટલ જ પડી ગયું. 35 વર્ષ સુધી તબીબી સેવા કર્યા પછી નિવૃત્તિ લીધા બાદ પણ તેઓ મહિલા અધિકારો માટે મથતા રહ્યા. 1955માં 91 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહી.

પતિએ રૂખમા બાઈનો કબજો મેળવવા કોર્ટકેસ કર્યો

રૂખમાબાઈ દ્વારા સાસરે જવાના ઇનકાર બાદ તેમનો પતિ દાદાજીએ બોમ્બે હાઇકોર્ટની શરણ લીધી. કોર્ટમાં તેમણે દલીલો કરી આ લગ્ન તેમની મરજી વિના કરવામાં આવ્યા છે. પરંતુ રૂખમા બાઈની હાર થઈ. રિટ્રાયલ બાદ કોર્ટ બહાર સમાધાન થયું. પરંતુ રૂખમાબાઈના વલણના કારણે તેમના પતિ દાદાજીએ 1888માં નમતું જોખી બે હજાર રૂપિયા મેળવીને છુટાછેડા આપ્યાં.
રાણી વિક્ટોરિયાને દખલ કરવા મજબૂર કર્યા
​​​​​​​દેશમાં રૂઢિચુસ્તો રૂખમાબાઈ સામે પડ્યા. આ બાબતની માહિતી ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાને મળતા તેમણે સરકારને દીકરીઓની લગ્નની વયમાં સુધારો કરવા આદેશ કર્યો. બ્રિટિશ સરકારે લગ્નની સંમતિની ઉંમરનો કાયદો( એજ ઓફ કોન્સેન્ટ એકટ 1891) ઘડ્યો.
1889માં શિક્ષણ મેળવવા ઇંગ્લેન્ડનું રૂખ
1889માં રૂખમાબાઈએ ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ લંડન સ્કૂલ ઓફ મેડિસિન ફોર વિમેનમાં દાખલો લીધો.1894માં તેઓ એમડીની ડિગ્રી લઈ ભારત પાછા ફર્યા. સ્વદેશ આવી તેમણે મુંબઈની કામા હોસ્પિટલમાં પણ સેવા આપી.

11 વર્ષની ઉંમરે પરણાવી દેવાયા
​​​​​​​તત્કાલિન ભારતીય સમાજના રીતરિવાજનો ભોગ 11 વર્ષના રૂખમાબાઈ પણ બન્યા. તેમનાથી 8થી 10 વર્ષ મોટા એવા દાદાજી ભીકાજી સાથે લગ્ન કરાવી દેવાયા. પરાણે લગ્ન કરાવતા તેઓ સાસરે જવા તૈયાર ન થયા. રૂખમાબાઈનો પતિ દાદાજી જ ઘરજમાઈ બનીને તેમને ત્યાં આવી ગયો. રૂખમાબાઈને પહેલાંથી શિક્ષણમાં ખૂબ રસ હતો. તેઓ ભણીગણીને પ્રોફેસર થવા માંગતા હતા. બીજી તરફ તેમનો પતિ રૂખમાબાઈ ન ભણે તેવા પેંતરા કરતો રહ્યો. 1884ના વર્ષમાં દાદાજીએ રૂખમાબાઈને પોતાના ઘરે લઈ જવા દબાણ કર્યું. જોકે રૂખમા બાઈ કોઈપણ સંજોગમાં તેની સાથે જવા તૈયાર ન હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો