તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:સુરતમાં અમૃત રીફાઇન્ડ તેલના ડબ્બાની એક્સપાયરી ડેટ વધારવા જુના સ્ટીકર પર નવા સ્ટીકર લગાડી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોલીસે એટલાન્ટા મોલમાં આવેલા તેલના ગોડાઉનમાં દરોડા પાડ્યા
  • પોલીસે તેલના 75 નંગ ડબ્બા મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતમાં અલથાણ પોલીસે કેનાલ રોડ ખાતે એટલાન્ટા મોલમાં આવેલા તેલના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. અમૃત રીફાઇન્ડ તેલના ડબ્બાની એક્સપાયરી ડેટ વધારવા જુના સ્ટીકર પર નવા સ્ટીકર લગાડી વેચાણ કરવાના ષડયંત્રને રંગેહાથ ઝડપી પાડ્યું હતું. પોલીસે તેલના 75 નંગ ડબ્બા મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખટોદરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુના સ્ટીકર કાઢી નવા સ્ટીકર લગાડતા રંગેહાથે ઝડપાયા
અલથાણ પોલીસ ચોકીના પીએસઆઈ કે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે અલથાણ કેનાલ રોડ ખાતે એટલાન્ટા મોલમાં આવેલા તેલના ગોડાઉનમાં એક્સપાયરી ડેટ વધારવા જુના સ્ટીકર પર નવા સ્ટીકર લગાડી વેચાણ કરાતા હોવાની બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ત્રણ કારીગરો સૂર્યમુખીના ફુલ અને અમૃત રીફાઇન્ડ સનફલાવર ઓઇલ અને તેની કિંમત સહિતની માહિતી લખેલા જુના સ્ટીકર કાઢી નવા સ્ટીકર લગાડતા રંગેહાથે ઝડપાયા હતા. પોલીસે ગોડાઉન માલિક આશિષ ભગવાનદાસ ગેહાની (ઉ.વ. 41 ૨હે. 504, કાલિન્દી એપાર્ટમેન્ટ, મજુરા ગેટ)ની પૂછપરછ કરતા તેલના ડબ્બા પર એક્સપાયરી ડેટ વધારી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

તેલના ડબ્બા અન્ય રાજ્યમાંથી મંગાવતા હતા
વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ તેલના ડબ્બા અન્ય રાજ્યમાંથી મંગાવી એક્સપાયરી ડેટ વધારવા જુના સ્ટીકર પર નવા સ્ટીકર લગાડી વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગોડાઉનમાંથી તેલના 75 નંગ ડબ્બા મળી 2.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કલર્યો હતો. ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટના 95 નંગ બોગસ સ્ટીકર મળી આવતા પોલીસે તે પણ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.