તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગનો બનાવ:સુરતના અડાજણમાં CNG ગેસ સ્ટેશન પર રીક્ષામાં અચાનક આગ લાગી, નાસભાગ મચી

આગનો બનાવએક મહિનો પહેલા
CNG ગેસ સ્ટેશન પર રીક્ષામાં આગ લાગી હતી
  • સ્ટાફે ફાયરસેફ્ટી સાધનોથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા
  • અડાજણ ફાયર સ્ટેશન અને મોરાભાગળ ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સીએનજી પંપ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. સહજ સુપર સ્ટોરની બાજુમાં આવેલા સીએનજી પંપ ઉપર ગેસ ભરાવા ગયેલી રીક્ષામાં એકાએક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગેસ પંપ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ આપી હતી.

રીક્ષામાં સીએનજી ગેસ ભરતી વખતે કોઈક કારણસર રીક્ષામાં આગ લાગતા રીક્ષાચાલક તેમજ ગેસ પંપના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સીએનજી પંપ ઉપર રાખવામાં આવેલી ફાયર સેફ્ટીની સુવિધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ પંપના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આગ એટલે ભયાવહ હતી કે ફાયરસેફ્ટી સાધનોનો ઉપયોગ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવાયો ન હતો.

ઘટનાની જાણ થતાં જ અડાજણ ફાયર સ્ટેશન અને મોરાભાગળ ફાયર સ્ટેશનની ગાડીઓ સીએનજી પંપ ઉપર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સીએનજી પંપ ઉપર ગેસ ભરતી વખતે રિક્ષામાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગ આવે તે પહેલા રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો