રોષ:પાલિકાના ખર્ચે શહેરમાં કમળ ડિઝાઇનના શેરી બોર્ડ લગાવવા ક્વોટેશન મંગાવાયું..!

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ષટ્કોણ આકારના શેરી બોર્ડ હવે કમળ ડિઝાઇનના જોવા મળશે. - Divya Bhaskar
ષટ્કોણ આકારના શેરી બોર્ડ હવે કમળ ડિઝાઇનના જોવા મળશે.
  • ખર્ચ ત્રણ ગણો થતો હોવાનું જણાવી વિપક્ષે આંદોલનની ચિમકી ઉચ્ચારી
  • ષટ્કોણ ડિઝાઇનનો અગાઉ વિવાદ થયો હતો​​​​​​​

પાલિકાના હાઉસિંગ વિભાગે શહેરના વિવિધ વોર્ડમાં એરિયાના નામ અને સ્થાનિક કોર્પોરેટરોની યાદી સાથેના શેરી બોર્ડ લગાડવાનું આયોજન શરૂ કર્યું છે. શેરી બોર્ડની નવી ડિઝાઇન કમળ આકારની રહેશે. જેને સમિતિ દ્વારા મંજૂરી પણ અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

હવે
હવે

અગાઉ ષટ્કોણ આકારના બનેલા શેરી બોર્ડ આ વખતે કમળ આકારમાં હોવાથી બોર્ડની કિંમતમાં વધારો પણ નોંધાયો છે. પાલિકાએ એક સાથે બલ્કમાં નવા શેરી બોર્ડ બનાવવા ટેન્ડર ક્વોટેશન મંગાવી છે. જોકે, બોર્ડ બને તે પહેલાં વિરોધ પક્ષે કમળ ડિઝાઇન સામે વાંધો રજૂ કરી ડિઝાઇન બદલવા વિરોધના સૂર આલાપ્યા છે.

આ પહેલાં ષટ્કોણ આકારના શેરી બોર્ડની ડિઝાઇન મામલે વિવાદ થયો હતો. કોટ વિસ્તારમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ઠેર-ઠેર વિસ્તારોમાં ષટ્કોણ આકારના શેરી બોર્ડ લગાવાયા હતાં. વિવિધ વિસ્તારોના નામ સાથે પાલિકાએ શેરી બોર્ડ લગાવ્યા હતાં. જેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

...તો કાર્યક્રમો આપીશુ
સરકારી રૂપિયે પાર્ટી પ્રચાર યોગ્ય નથી. ષટ્કોણ બોર્ડથી 3 ગણી કોસ્ટ વધી જાય છે. ડિઝાઇન ન બદલે તો વિવિધ કાર્યક્રમો આપીશું. > ધર્મેશ ભંડેરી, વિરોધ પક્ષ નેતા

ક્વોટેશન મંગાવાયા છે
નવી ડિઝાઇન નક્કી કરી લેવાઇ છે. કમળ આકારે બોર્ડ બનાવાશે. જેના ક્વોટેશન પણ મંગાવાયા છે. > મેઘાવી દેસાઇ, કાર્યપાલક ઇજનેર, હાઉસિંગ વિભાગ, પાલિકા

અન્ય સમાચારો પણ છે...