તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પીપલોદ નાઇટ ફૂડબજારમાં સ્ટોલ ભાડે આપવા માટેની દરખાસ્ત દફ્તરે કરી દેવાઇ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજારદારોએ રસ ન લેતા નિર્ણય લેવાયો

પીપલોદ નાઇટ ફૂડ બજાર ખાતે 5 ફૂડ સ્ટોલ અને 1 રેસ્ટોરન્ટ ભાડેથી આપવામાં ટેન્ડરોમાં ભાવ ઓછા હોય અને માત્ર 3 ફૂડ સ્ટોલ માટે જ ઇજારદારે રસ દાખવ્યો હતો. એટલું જ નહીં આ નાઇડ ફુડ બજારમાં રેસ્ટોરન્ટ માટે કોઈએ પણ રસ નહીં દાખવતા કોઇ ઓફર આવી જ ન હતી.

કોરોનાની અસર પીપલોદના નાઇટ ફૂડ બજાર પર પણ વર્તાઇ રહી હોવાથી પાલિકાને નુકસાન થતું હતું. ફૂડ સ્ટોલ ભાડેથી આપવા માટેની ઓફર પણ ગત વર્ષ કરતાં ઘણી ઓછી આ‌વી હતી. તો કેટલાંક ફૂડ સ્ટોલ અંગે કોર્ટ મેટર પણ ચાલી રહી છે તેથી આ સ્થિતિમાં આ દરખાસ્તને મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ દફ્તરે કરી દીધી છે. મહાનગર પાલિકાના આ નાઈટ ફૂડ બજારમાં પાંચ ફૂડ સ્ટોલમાંથી માંડ ત્રણની ઓફર આવી છે. જ્યારે બીજી તરફ ફૂડ સ્ટોલ અને એક રેસ્ટોરન્ટમાં કોઈ એ પણ રસ ન દાખવતા મહાનગરપાલિકાને આવક પર ફટકો પડી રહ્યો છે.

અગાઉ આ પ્લોટો પર પાલિકાને 25 હજારથી 39 હજાર જેટલું ભાડું મળ્યું છે તો રેસ્ટોરન્ટમાં તો 60 હજાર ભાડું મળ્યું હતું પરંતુ પાંચ પ્લોટો પર બીજા પ્રયત્નો અને અન્ય એક પ્લોટમાં ચાર પ્રયત્નો બાદ ઓફરો આવી હતી. તેમા એ ટાઈપ ના બે સ્ટોલમાં 13,151 અને 11 હજારની ઓફર આવી છે. પરંતુ એક ઈજારદારે ડી.ડી ના બદલે ચેક મૂક્યો હોય ટેન્ડર દફ્તરે કરવું પડે તેમ છે. માત્ર ત્રણ ફૂડ સ્ટોલ માટે ઓફર આવી છે તેમાં, મહિનાનું મહત્તમ ભાડું એ-3 પ્લોટમાં 14,450, બી-10 માટે 10,150 તથા ડી-2 10,555 માત્ર છે. તેથી દરખાસ્તને પાલિકાના સ્થાયી ચેરમેને દફ્તરે કરી દેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...