તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સગર્ભા મહિલાએ સાત દિવસની સારવારથી કોરોનાને હરાવ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા કોરોનામુક્ત તથા તબીબોએ અને સ્ટાફે ખુશી વ્યક્ત કરી હતી. - Divya Bhaskar
મહિલા કોરોનામુક્ત તથા તબીબોએ અને સ્ટાફે ખુશી વ્યક્ત કરી હતી.
  • દેવદૂત સમાન ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેરી રહેલા બાળકને ઉગાર્યોઃ શ્વેતા પટેલ

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો, યુવાનો અને મધ્યમવયના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, આવા વિકટ સમયમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલથી રિફર કરાયેલા અલથાણના સગર્ભા પરિણીતા શ્વેતાબેન પટેલને યોગ્ય સારવાર આપી કોરોનામુક્ત કર્યા છે. કોરોના મહામારીમાં સતત ફરજ નિભાવી રહેલાં સ્મીમેરના તબીબો ફરી એક વાર એક ગર્ભવતી મહિલાને કોરોનામુક્ત કરતા ઉદરમાં ઉછેરી રહેલા બાળકને પણ નવજીવન મળ્યું છે.

મહિલાએ તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહિલાએ તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

10 લિટર ઓક્સિજન પર રખાયા
11 એપ્રિલના રોજ અલથાણના પટેલ પરિવારના ચાર મહિનાની પ્રેગ્નેન્સી ધરાવતા અને કોરોના પોઝીટીવ શ્વેતાબેન અક્ષયભાઇ પટેલને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં સ્મીમેરમાં લાવવામાં આવ્યા હતાં, જેમને સારવાર માટે તાત્કાલિક કોવિડ-19 વોર્ડમાં દાખલ કરી બે દિવસ બાયપેપ પર રાખી ઓક્સિજન લેવલમાં વધારો થતા 10 લિટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતાં. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે રેમડેસિવિર ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી ટીમમાં ગર્ભવતી મહિલા શ્વેતાબેનની દેખરેખ રાખી કોરોમુક્ત કરવામાં યોગદાન આપ્યું હતું. શ્વેતાબેન સ્વસ્થ થઈ જતાં તા.18 એપ્રિલના રોજ રજા આપવામાં આવી હતી.

મહિલા અને તેના ગર્ભમાં ઉછરતા બાળકને નવુ જીવન મળ્યાની પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
મહિલા અને તેના ગર્ભમાં ઉછરતા બાળકને નવુ જીવન મળ્યાની પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

બે દિવસ બાયપેપ પર રહ્યા
શ્વેતાબેન પટેલે તબીબોનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે, હું અને મારો પરિવાર સ્મીમેર હોસ્પિટલના ઋણી છીએ. મને બે દિવસ બાયપેપ પર રાખવામાં આવી ત્યારે હું હિંમત હારી ગઈ હતી. પરંતુ દેવદૂત સમાન ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછરી રહેલા બાળકને સ્વસ્થ કર્યા છે. મારી પાસે એમનો આભાર માનવા કોઈ શબ્દો નથી. અહીં તદ્દન વિનામૂલ્યે સારવાર મળી છે.પતિ અક્ષય પટેલે જણાવ્યું કે હજારો કોરોના દર્દીઓને સ્વસ્થ કરીને સહીસલામત ઘરે મોકલનારા સરકારી કોવિડ હોસ્પિટલના મહેનતુ ડોકટરો ઈશ્વરીય કાર્ય કરી રહ્યાં છે .