સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલના ચોથા માળમાં એમ્બ્રોઈડરીના કારખાનાની જગ્યાએ મસ્ત મોટું જુગારધામ ચલાવવામાં આવતું હતું. આ અંગેની જાણ કાપોદ્રા પોલીસને થતા પોલીસે પંચ સાથે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે હાઇ પ્રોફાઈલ લાઇફ સ્ટાઇલ જીવતા સાત ઈસમોને જુગાર રમતા ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા. જુગારીઓને વિદેશી બ્રાન્ડના દારૂ અને બિયર પણ સર્વ કરવામાં આવતાં હતાં. 10થી વધુ ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભાગી ગયેલા ઈસમો સુરતની કુખ્યાત મનીષ કુકરી ગેંગના માણસો હોવાનું સામે આવ્યું છે.
હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું
સુરતમાં દારૂ જુગાર જેવી ગેરપ્રવૃતી પર પોલીસ ખાસ નજર રાખતી હોય છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસને હાઇ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીઝમાં વ્યવસાયની જગ્યાએ મસ્ત મોટું જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા ત્યાં તપાસ કરી હતી. પોલીસે મોટું જુગાર ધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે પંચની સાથે ત્યાં રેડ કરતા જાણવા મળ્યું હતું કે, અહીં ખૂબ મોટા પ્રમાણમાં હાઈ પ્રોફાઈલ લોકો સાથે જુગાર રમાય છે.
પોલીસે સાત જુગારીઓની ધરપકડ કરી
કાપોદ્રા પોલીસે ચોક્કસ મળેલી માહિતી મળી હતી કે, કાપોદ્રાના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરીના કારખાનાની જગ્યાએ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ માહિતીને જુદી જુદી રીતે ખરાઈ કરાવી હતી. તેમાં તેમને ચોક્કસ પૂરાવાને સફળતા મળતા પંચને સાથે રાખીને કાપોદ્રા પોલીસે રેડ કરી હતી. કાપોદ્રાના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ચોથા મળે એમ્બ્રોઈડરી કારખાના નહીં પરંતુ ગેરકાયદેસર રીતે હાઈ પ્રોફાઈલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએ રેડ કરી કારખાનાના માલિક, વકીલ સહિત અન્ય પાંચ મળી કુલ સાત જેટલા ઇસમોની ઘટના સરળતાથી ધરપકડ કરી હતી. જ્યારે 10 જેટલા જુગાર રમતા ઈસમો પોલીસની રેડ પડી હોવાનું ખબર પડતા ત્યાંથી ભાગી જવામાં સફળ થયા હતા.
હાઇ પ્રોફાઈલ લાઇફ જીવતા જુગારી ઝડપાયા
એમ્બ્રોઈડરી કારખાના ચલાવવાની જગ્યાએ ત્યાં કોઈ જ પ્રકારનું વ્યવસાય કામ થતું ન હતું. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ચોથા માળે મસ મોટી જગ્યામાં ગુપ્ત રાહે મોટાપાયે જુગાર રમાડાઈ રહ્યો હતો. એટલું જ નહીં, અહીં જુગાર રમવા આવનારને હાઈ પ્રોફાઈલ મોંઘી કિંમતની દારૂ અને બિયરની પણ સવલત આપવામાં આવતી હતી. જુગાર રમવા આવનાર અહીં તમામ હાઈ પ્રોફાઈલ લાઈવ જીવતા હતા. પોલીસે પકડેલા સાથે આરોપીઓ પાસેથી એપલ સહિતના ફોન અને રોકડા રૂપિયા કબજે કરવામાં આવ્યા. કારખાનાના જુદા જુદા ચારથી પાંચ રૂમ બનાવીને તમામને જુગાર રમવા માટે વીઆઈપી ફેસિલિટી આપવામાં આવતી હતી.
વકીલાત સાથે કારખાનું બનાવી જુગાર રમાડાતું
પોલીસે પકડેલા હાય પ્રોફાઈલ જુગારધામ અંગે એ. સી. પી., વી. આર. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કાપોદ્રાના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરીનું કારખાનું નહીં. પરંતુ, મોટાપાયા પર જુગાર ધામ ચલાવવામાં આવે છે. તેવી ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીને આધારે પંચ સાથે ત્યાં રેડ કરી હતી. ત્યારે મૂળ વકીલાતની પ્રેક્ટિસ કરતા પ્રશાંતકુમાર પટેલ દ્વારા આ કારખાનું વ્યવસાયિક હેતુથી રાખવામાં આવ્યું હતું. પરંતુ તેમાં વ્યવસાયની જગ્યાએ ગેરપ્રવૃત્તિ કરવામાં આવતી હતી. તે ઉપરાંત વકીલ અને કારખાના માલિક પ્રશાંત પટેલ તેના અન્ય બે વેપારી મિત્રોને સાથે રાખી મસ મોટી રીતે આ જુગારધામ ચલાવી રહ્યા હતા. ત્યારે પોલીસે રેડ દરમિયાન જુગાર રમાડી રહેલા અને રમી રહેલા કુલ સાત જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક છતની બાજુના રૂમમાં રમતા 10 જુગારીઓને પોલીસની જાણ થઈ જતા તેઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે તમામને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
જુગાર સાથે દારૂની પણ સવલત આપવામાં આવતી
એસીપી વીઆર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઘટના સ્થળની જીણવટ ભરી તપાસ કરતા આ જગ્યાએથી મસ્ત મોટો દારૂ પણ મળી આવ્યો છે. જુદી જુદી હાઈ પ્રોફાઈલ બ્રાન્ડની દારૂ અને બિયરની બોટલો મળી આવી છે. અહીં જુગારની સાથે તમામને દારૂ અને બિયરની શરૂઆત પણ પૂરી પાડવામાં આવતી હતી. પોલીસે જુગારના મુદ્દા માલની સાથે 28 હજારથી વધુનો દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
વોન્ટેડ આરોપી કુખ્યાત ગેંગના માણસો
એસીપી વી આર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની જુગારધામ પર રેડ દરમિયાન 10થી વધુ જુગાર રમી રહેલા ઈસમો ભાગી જવામાં સફળ થયા હતા. ભાગી ગયેલા આ તમામ શખ્સો સુરતની માથાભારે અને અસામાજિક પ્રવૃત્તિ કરતી કુખ્યાત મનીષ કુકરી ગેંગના સભ્ય હોવાનું જણાવ્યું હતું. હાલ તો પોલીસે આ તમામ સામે વોન્ટેડ વોરંટ જાહેર કર્યું છે અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.