ક્રાઇમ:પોલીસનો બાતમીદાર તોડના પૈસામાંથી 10 લાખ ચૂકતે કરી મહારાષ્ટ્ર ફરવા ગયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈકોસેલના નામે પોલીસના બાતમીદારે 18 લાખનો તોડ કર્યો હતો
  • કોર્ટે ઝુબેર ચોક્સીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા

ક્રાઇમબ્રાંચની ઈકોસેલના નામે 18 લાખનો તોડ કરનાર પોલીસના બાતમીદાર ઝુબેર ચોક્સીએ 18 લાખની રકમમાંથી 10 લાખનું દેવું ચૂકતે કરી ફેમિલી સાથે મહારાષ્ટ્રમાં ફરવા ગયો હતો. ઉપરાંત નવી કાર પણ ખરીદી કરી હતી. આ કાર આગામી દિવસમાં ક્રાઇમબ્રાંચ કબજે કરશે. ભાગળ પર જવેલર્સનો ધંધો કરતા વેપારી ઝુબેર હનીફ(ચોક્સી)(52)(રહે,રાણીતળાવ, બીબીની વાડી, સના એપાર્ટની સામે)ની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો.

કોર્ટે તેને મંગળવાર સુધીના રિમાન્ડ આપ્યા છે. દુબઈમાં પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સલમાન પેનવાલાને 21 કરોડની ચીટીંગમાં ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી પોલીસના બાતમીદાર ઝુબેર ચોક્સીએ 18 લાખ પડાવ્યા હતા. વધુમાં ઝુબેર ચોક્સીનું 3 થી 4 જણા વ્યકિતઓ પાસેથી લાખોની રકમ ઉછીની લીધી હતી. તેઓને ઝુબેરે 18 લાખનમાંથી 10 લાખનું દેવું ચૂકતે કર્યુ હતું.

ઈકોસેલમાં કયા ઓફિસરના નામે રૂપિયા પડાવ્યા તેની પણ તપાસ થાય તે જરૂરી
પોલીસના નામે તોડ કરતા ઝુબેર ચોક્સીએ અજીમ પેનવાલાને હાજર કર્યા બાદ ઈકોસેલની ઓફિસમાં ઘણીવાર દેખાયો હતો. ઝુબેર ચોક્સીએ ઈકોસેલમાં કયા ઓફિસરના નામે રૂપિયા પડાવ્યા તેની પણ તપાસ થાય તે જરૂરી છે. ઈકોસેલની ઓફિસના સીસીટીવી કેમેરાની તપાસ કરાય તો ઝુબેર કેટલી વખત ઓફિસમાં કોને મળવા આવ્યો તેની પણ ખબર પડી શકે છે. તેની કોલ ડિટેઇલ્સની તપાસ કરાય તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. ઝુબેરે આવા ઘણા લોકો પાસેથી પોલીસના નામે તોડ કર્યો હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...