ફરિયાદ:જોળવામાં નણંદ-ભાભી બાખડયા બંનેની સામસામે પોલીસ ફરિયાદ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નણંદની દીકરી બાબતે કહેવા જતાં વાત વણસી

જોળવા રહેતા સગી નણંદ ભાભી નણંદની દીકરી બાબતે બાખડયા હતા. જેમાં 6 સભ્યો વચ્ચે મારમારી થતા વાત પોલીસમાં પહોંચી હતી. અંતે બને પરિવાર એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

જોળવા આરાધના રેસિડેન્સીમાં રહેતા માધુરીબેન પાટીલ ઘરકામ કરી પતિ અને 4 માસની દીકરી સાથે રહે છે. મંગળવારે સાંજેે માધુરીબેન સોસાયટીમાં જ રહેતી તેની મમ્મી અલકાબેનને ત્યાં ગઈ હતી. જ્યાં સામે માધુરીબેનની નણંદ સુરેખાબેન પાટીલ રહે છે.

જેમની દીકરી રોશની બાબતે માધુરિબેન તેમની નંણદને કહેવા જતા નણંદ સુરેખા તેમજ રોશની અને ભીમનાથ માધુરીને માર માર્યો હતો. તો માધુરીએ પણ સુરેખા તેમજ રોશનીને માર માર્યો હતો. દરમિયાન માધુરીએ પતિ જિતેન્દ્રને ફોન કરતા તે દોડી આવી તમામને છોડાવ્યા હતાં.

ઘટના અંગે ગંગાધરા પોલીસ ચોકીમાં ફરિયાદ કરતી વખતે માધુરીબેને જાતે ડોલમાં રહેલું જ્વલનશીલ પ્રદાર્થ શરીરે છાંટી લીધું હતુ. ત્યાં હાજર પોલીસ તેમજ મહિલા પોલીસે વચ્ચે પડી માધુરીબેનને બચાવ્યા હતા. પોલીસમાં માધુરીબેને નણંદ સુરેખા, રોશની તેમજ ભીમનાથ પાટીલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

તો નંણદ સુરેખા પાટીલે ભાભી માધુરી પાટીલ, જીતેન્દ્ર અને સાસુ અલકા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને દીકરીને બદનામ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. તપાસ મેરુભાઈ રમેશભાઈ કરી રહ્યા હોવાનું જણાય આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...