બેદરકારી:સ્મીમેર હોસ્પિટલમાં ન્યુમોનિયાના દર્દીને વેન્ટિલેટર ન મળતાં મોત થયાનો આક્ષેપ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિજનોએ આર.એમ.ઓ.ને કોલ કર્યા પણ કોલ રિસીવ કરવાની તસ્દી ન લીધી

સ્મીમેર હોસ્પિટલ દ્વારા દર્દીને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવામાં ના આવતાં દર્દીનું મોત નીપજ્યું હોવાનો આરોપ પરિજનોએ લગાવ્યો છે. કતારગામના રાજેશભાઇ ખંભાતી (56)(રહે. હરિઓમ સોસાયટી કતારગામ)ને ન્યુમોનિયાની અસરને કારણે ગત 30મી તારીખે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં બે દિવસ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ફરી સ્મીમેર હોસ્પિટલના જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ન્યુમોનિયા હોવાને લીધે તબિયત વધુ લથડી હતી અને વેન્ટિલેટરની જરૂર ઉભી થઇ હતી. સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓછા હોવાને લીધે દર્દીને પરિજનોએ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો વિચાર કર્યો હતો પણ ખાનગી હોસ્પિટલમાં 1 દિવસનો ચાર્જ 30 હજારથી વધુ હોવાથી સ્મીમેરના અધિકારીઓને વાત કરવા ફાંફા માર્યા હતા પણ અધિકારીઓએ ફોન પણ ન ઊંચકતા આખરે વેન્ટિલેટર વગર દર્દી મોતને ભેટયું હતું. 

હોસ્પિટલની બેદરકારીએ પિતાનો ભોગ લીધો

મારા પિતાને વેન્ટિલેટર અપાવવા મેં હોસ્પિટલના RMOને કોલ પણ કર્યા પણ ફોન ઉપાડ્યા ન હતા. આરોગ્યમંત્રીને કોલ કરતા એમણે આરએમઓનો સંપર્ક કરવા કહ્યું હતું પણ એમણે કોલ ઉપાડ્યા જ ન હતા.મારા પિતાનું મોત હોસ્પિટલની બેદરકારીથી થયું છે.-શ્રેયસ ખંભાતી, મૃતકનો પુત્ર

જનરલ વોર્ડના દર્દીઓ માટે 30 વેન્ટિલેટર છે: સ્મીમેર હોસ્પિટલમાં હાલ કુલ 75 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જે પૈકી 45 વેન્ટિલેટર કોવિડ-19 કોરોના પેશન્ટ માટે વપરાશમાં છે અને 30 જનરલ વોર્ડના દર્દીઓ માટે છે.

આવી કોઈ ઘટના બન્યાનું ધ્યાને નથી:ન  ક્રિટિકલ કન્ડિશનના દર્દીઓને વેન્ટિલેટર ન મળતા મોત થયું હોય એવું લગભગ શક્ય નથી. આવી ઘટના બન્યાનું ધ્યાને નથી.-જયેશ પટેલ, સિનિયર RMO, સ્મીમેર

અન્ય સમાચારો પણ છે...