• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Phone Worth Rs 1 Lakh Was Returned To The Original Owner Of Rajkot By Cleaning Worker, The Phone Was Found In The Bush

સફાઈ કામદારની ઈમાનદારી:સુરતમાં સવા લાખનો ફોન રાજકોટના મૂળ માલિકને પરત કર્યો, ફોન ઝાડીમાંથી મળ્યો હતો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટથી આવેલા વ્યક્તિને ફોન પરત કર્યો. - Divya Bhaskar
રાજકોટથી આવેલા વ્યક્તિને ફોન પરત કર્યો.
  • ફોનમાં સિમકાર્ડ ન હતું પણ કોલ ડિટેઈલ આધારે મૂળ માલિક સુધી પહોંચ્યા

સુરત પાલિકાના સફાઈ કામદારની ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. સવા લાખનો ફોન રાજકોટના મૂળ માલિકને પરત કર્યો હતો. રાજકોટના વ્યક્તિ સુરતની હોટલમાં રોકાયા હતા દરમિયાન તેનો ફોન ચોરાયો હતો. સફાઈ કામ દરમિયાન વેસુના સફાઈ કામદાર મહેશ રાઠોડને ફોન મળ્યો હતો. ફોનમાં સિમકાર્ડ ન હતું, એસ.એસ.આઈ.એ કોલ ડિટેલના આધારે માલિક શોધી ફોન પરત કર્યો હતો.

ચોરે મોબાઈલ ઝાડીમાં ફેંકી દીધો હતો
સુરત મ્યુનિસિપલના અઠવા ઝોન વિસ્તારના વેસુના સફાઈ કામદારને સફાઈ દરમિયાન ઝાડીમાંથી સવા લાખ રૂપિયાની કિંમતનો ફોન મળ્યો હતો. ફોન મળતાં તેઓએ પોતાના ઉપરી અધિકારીને સાથે રાખી ફોનના માલિક સુધી પહોંચીને ફોન પરત કર્યો છે. એક અઠવાડિયા પહેલાં રાજકોટથી સુરત આવેલા વ્યક્તિનો ફોન ચોરી થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ થતાં ચોરે મોબાઈલ ઝાડીમાં ફેંકી દીધો હતો તે મળતાં પાલિકાના ઈમાનદાર સફાઈ કામદારે તેના મુળ માલિક સુપ્રત કર્યો હતો.

સપ્તાહ પેહલા ફોન ચોરી થયો હતો.
સપ્તાહ પેહલા ફોન ચોરી થયો હતો.

ફોન ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એક હોટલમાં રાજકોટના એક વ્યક્તિ સપ્તાહ પહેલા આવ્યા હતા. દરમિયાન તેમના ફોનની ચોરી થઈ હતી. ફોનની કિંમત સવા લાખ રૂપિયા કરતાં વધુ હોવાથી તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ લખાવ્યા બાદ તેઓ રાજકોટ પહોંચી ગયા હતા. દરમિયાન પોલીસે તપાસ હાથ ધરી હતી. આજે સવારે વેસુ વોર્ડ ઓફિસમાં કામ કરતાં મુકેશ રાઠોડ નામના સફાઈ કામદાર સફાઈ કરી રહ્યા હતા ત્યારે ઝાડીમાંથી ફોન મળી આવ્યો હતો. ફોન મળી આવતાં તેઓએ વોર્ડ ઓફિસમાં તેમના ઉપરી અધિકારી પાસે પહોંચી ગયા હતા.

ઉપરી અધિકારી સાથે મળી સફાઈ કામદાર ફોન માલિક સુધી પહોંચાડ્યો.
ઉપરી અધિકારી સાથે મળી સફાઈ કામદાર ફોન માલિક સુધી પહોંચાડ્યો.

મોબાઈલ ફોન પરત કર્યો
આ અંગે વધુ માહિતી આપતાં એસ.એસ.આઈ. પિયુષ પટેલે જણાવ્યું હતું કે, મુકેશને વેસુ ફાયર સ્ટેશન રોડ પાસે આવેલ ફુટપાથ નજીક ઝાડીમાં એક કપડામાંથી સવા લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોનમાં સીમકાર્ડ ન હોવાને કારણે તેઓએ મોબાઈલ ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલા નંબર પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મૂળ માલિકના મિત્ર સાથે વાત થતાં તેઓએ મોબાઈલ ફોન ચોરી થયો હોવાની વાત જણાવી હતી. ત્યારબાદ ફાઈ કામદાર રાકેશભાઈ અને એસ.આઈ. પિયુષ પટેલ મોબાઈલ ફોનના મુળ માલિક સેલિબ્રેશન હોટલમાં રોકાયેલા મહેશભાઈ ઈટાલિયા તેનો મોબાઈલ ફોન પરત કર્યો હતો.