દાન:5 લાખ દાન આપવાની ઈચ્છા રાખનારે સેવા કાર્ય જોઈ રૂ 1 કરોડનું દાન આપ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિર્માણ થનાર હોસ્પિટલનો પ્લાન - Divya Bhaskar
નિર્માણ થનાર હોસ્પિટલનો પ્લાન
  • સિવિલ કેમ્પસમાં 150 કરોડના ખર્ચે 11 માળની અદ્યતન કેન્સર હોસ્પિટલ બનશે

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત લાયન્સ કેન્સર ડિટેક્સન સેન્ટર ટ્રસ્ટ દ્વારા150 કરોડના ખર્ચે 11 માળની અદ્યતન સાધનોથી કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન કરાયુ હતું અને ગુરુવારે હોસ્પિટલનુ ભુમીપુજન કરાયું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મુલાકાત લીધી હતી. હોસ્પિટલના નિર્માણ માટે મદદરૂપ થવા હકારાત્મ અભીગમ દાખવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ટ્રસ્ટીઓ તેમજ દાતાઓએ પણ વહેલી તકે હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થાય અને દર્દીઓને સારવાર મળતી થાય તે માટે સ્વેચ્છીક દાન આપવા તૈયારી દર્શાવી હતી.

ટ્રસ્ટના ચેરમેન અશોક કાનુન્ગોએ જણાવ્યું હતું કે શહેરના જાણીતા વેપારી પ્રદીપભાઈ અગ્રવાલ અને વિનય અગ્રવાલ માત્ર જોવા માટે આવ્યા હતા પાંચ લાખ આપશે તેવું વિચારીને આવ્યા હતા. પરંતુ કામ જોઈને 1 કરોડ જાહેર કર્યા કુંજ સુલતાનિયા પહેલા 25 લાખના દાતા હતા પરંતુ આમ જોયા પછી અત્યારે એમને પણ એક કરોડ રૂપિયા દાન જાહેર કર્યું છે.

હોસ્પિટલ જોવા માટે આવ્યા અને 51 લાખનું દાન આપ્યું
કાંતીભાઈ ગાંગાણી અને લલીતભાઈ ડાઘા સામેથી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. 5 લાખનું દાન આપવાનું વિચારી આવેલા કાંતીભાઈએ હોસ્પિટલની મુલાકાત લીધી અને કામગીરી અને જરૂરીયાત જોઈ 51 લાખ રૂપીયા દાનમાં આપવાની તૈયારી દર્શાવી હતી. તેવી જ રીતે અજયભાઈ કેઝરીવાલ અને ગીરધારીભાઈ પણ કેન્સર સેન્ટર માટે 5 લાખ આપવાના હતા પરંતુ હોસ્પિટલની મુલાકાત બાદ કામગીરી જોઈ 51 લાખનું દાન આપ્યું હતું.

પારસી મહિલાએ રેડિયેશન સેન્ટર માટે 4.75 કરોડ આપ્યા
પારસી મહિલા માણેક દાદીશેઠ કોમીસારિએટએ વચન આપ્યું હતું કે, તેમની જમીન વેચાશે તો કેન્સર કેર સેન્ટરમાં રેડિયેશન સેન્ટર માટે દાન આપશે. તેમની જમીન વેચાઈ ગઈ તો તેમણે 4.75 કરોડનું દાન ગરીબ દર્દીઓ માટે આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...