તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા વર્ષની મોટી ખુશખબર:રાયપુરથી સિંહ આર્ય અને સિંહણ વસુધાની જોડી આવી, 17મીથી સરથાણા ઝૂમાં જોઇ શકાશે

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક

છત્તીસગઢના નયા રાયપુર જંગલ સફારીમાંથી સિંહની જોડી સરથાણા નેચરપાર્કમાં આવી પહોંચી છે. તા.17મીથી નેચરપાર્ક લોકોને સિંહનો નજારો માણવા મળશે. નેચરપાર્કમાં લવાયેલા 3 વર્ષના સિંહ(આર્ય) અને 6 વર્ષની સિંહણ(વસુંધા) છે. સુરતના નેચરપાર્કને 5 વર્ષ બાદ સિંહ-સિંહણની જોડી મળી છે. બંનેને સાથે નિહાળવા માટે લોકોએ રાહ જોવી પડશે. કારણ કે, આર્ય 3 વર્ષનો હોવાથી તેને પુખ્ત થતાં હજુ ચારથી છ મહિના જેટલો સમય થશે.

બંને જોડી વચ્ચે મનમેળ થયા બાદ સાથે મુકાશે. સિંહને દિવસમાં 9 કિલો મટનનો ખોરાક છે. આર્યનું વજન 125 કિલો અને વસુધાનું 145 કિલો વજન છે. હાલ અોલટરનેટિવ રખાશે. એક જોડી જળબિલાડીની રાયપુર આપવા મંજૂરી મળી હતી. દેશમાં જળબિલાડીનું સુરતમાં બ્રિડિંગ સફળ થતું હોવાથી 4 રાજ્યોની માંગ પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો