તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:પાંડેસરામાં ઘર પાસે રમતી એક વર્ષીય બાળકીનું કાર અડફેટે મોત

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટર્ન લેતી વખતે ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા દુર્ઘટના બની

પાંડેસરામાં ઘર આંગણે ઓટલા નજીક અન્ય બાળકો સાથે રમતી બાળકીને કાર ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા વડોદગામ આર્શીવાદ નગર ખાતે રહેતા સુનિલભાઈ ગૌતમ ઘર નજીક સોસાયટીમાં જ હેરસલુનની દુકાન ચલાવે છે. રવિવારે બપોરે તેમની એક વર્ષીય પુત્રી પ્રિયા ઘરની બહાર ઓટલા પાસે અન્ય બાળકો સાથે રમતી હતી.

દરમિયાન સોસાયટીમાંથી પસાર થતા એક કાર ચાલકે ટર્ન લેતી વખતે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર પુરપાટ ઝડપે પ્રિયા રમતી હતી ત્યાં ધસી ગઈ હતી અને પ્રિયાને અડફેટમાં લઈ ઓટલા સાથે ભટકાઈ હતી. દરમિયાન માસુમ પ્રિયા ઓટલાની દિવાાલ અને કારની વચ્ચે આવી જતા તેને માથામાં ગંભીર ઈજા થઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી માસુમનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો