દુર્ઘટના:ડિંડોલીમાં ઘર નજીક રમતાં દોઢ વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબતાં મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભેસ્તાન પ્રિયંકા ચોકડી નજીક રહેતા શરમન અધ્યાન મારકમ પત્ની સાથે છુટક મજુરી કરે છે. બુધવારે બપોરે તેઓ ડિંડોલી આર.ડી. ફાટક નજીક રુદ્રવિલા સોસાયટીમાં મજુરીકામ માટે ગયા હતા. પતિ પત્ની દોઢ વર્ષના પુત્ર સૌરભને રમતો મુકી દીધો હતો. દરમ્યાન માસૂમ સૌરભ રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો.

મોડે સુધી સૌરભ ન દેખાતા તેની શોધખોળ હાથધરી હતી. ત્યારે સૌરભ પાણીની ટાંકીમાં મળી આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ગયા હતા. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...