સુવિધા:મોટા વરાછા અને ઉત્રાણમાં નવું સિવિક સેન્ટર બનાવાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામરેજ તાલુકાના 9 ગામના લોકોને લાભ મળશે
  • લોકોને હવેે ઝોન કચેરી સુધી લાંબા નહીં થવું પડે

શહેરમાં 27 ગામ અને 2 નગર પાલિકાનો સમાવેશ થયા બાદ નવા વિસ્તારના લોકો માટે પ્રાથમિક સુવિધા પર ભાર મુકવામાં આવ્યો છે. વરાછા ઝોન-બી (સરથાણા) વિસ્તારમાં સમાવિષ્ટ કામરેજ તાલુકાના 9 ગામના લોકોને વરાછા ઝોન કચેરી સુધી લાંબા નહીં થવું પડે તે માટે મોટાવરાછા-ઉત્રાણમાં 2.70 કરોડના ખર્ચે સિવિક સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવિક સેન્ટર ટી.પી સ્કીમ નં 24 (મોટાવરાછા-ઉત્રાણ), ફાઇનલ પ્લોટ નં 173 (આર-22) ગાર્ડનના હેતુ માટેના અનામત પ્લોટના ભાગમાં બનાવાશે.

વરાછા ઝોન-બીમાં કઠોદરા, વાલક, વેલંજા, અબ્રામા, ભાદા, કઠોર, ખડસદ, લસકાણા, પાસોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આ વિસ્તારના રહીશોને વરાછામાં આવેલી ઝોન કચેરી સુધી વેરો ભરવા તેમજ રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાની રજૂઆતો કરવા માટે જવું પડે છે.

વ્યવસાય વેરો, મિલકત વેરો, ગુમાસ્તા લાયસન્સ, જન્મ મરણના દાખલા, પ્રોફેશનલ ટેક્ષ, વિવિધ પ્રકારની અરજીઓ, ફરિયાદો વગેરે સિવિક સેન્ટરમાં લઇ શકાય અને તેનો નિકાલ કરી શકાય તેવી વ્યવસ્થા સિવિક સેન્ટરમાં ઉભી કરાશે. હાલ વરાછા ઝોન કચેરી તરફ ટ્રાફિક વધુ રહે છે. જેથી સિટી તરફ આવવામાં આ લોકોને તકલીફ નહીં પડશે અને નજીકમાં જ સુવિધા મળશે.

અન્ય સમાચારો પણ છે...