માંડવી નગરના છેવાડે આવેલા સિંધવાઈ ફાર્મના અનેક એકર જમીનો બંજર વિસ્તાર પક્ષીતીર્થ બની ગયું છે. 100થી વધુ સંખ્યામાં વિવિધ જાતિના પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. ત્યારે આજ વિસ્તારના વૃક્ષોનો સફાયો બોલાય રહ્યો છે, અને છાલ કાઢી નાંખવાનો કીમયો અપનાવવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિંધવાઈ ફાર્મ એક સમયે સસલા ઉછેર, બતક ઉછેર તથા ગૌસંવર્ધન જેવી પ્રવૃત્તીઓથી પ્રખ્યાત હતું. ઉપરાંત વિશાળ જગ્યામાં વૃક્ષોની ગીચતા પંખીઓના વસવાટ માટે પણ માફકસર રહ્યું છે, અને સેંકડો પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. સિઝનને વિદેશી પક્ષીઓ પણ દર્શન આપે છે.
આવા પક્ષીતીર્થ સમાન સિંધવાઈ ફાર્મમાં વર્ષો જૂનો વૃક્ષોનું હાલ નિકંદન નીકળી રહ્યાનું ધ્યાનમાં આવી રહ્યું છે. જવાબદાર માણસો દ્વારા જ વૃક્ષોના થડની ફરતે છાલ કાઢી નાંખાવમાં આવે છે. જેથી થોડા દિવસમાં વૃક્ષ સૂકાતા વૃક્ષનો નિકાલ કરી દેવામાં આવે છે.
વૃક્ષોના થઈ રહેલા નાશથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ આક્રોશ વ્યાપી રહ્યો છે. કેટલીક જગ્યાએ વૃક્ષના થડિયા વૃક્ષ કાપી નાંખ્યાની ગવાહી આપતી સ્થિતિ પણ સર્જાયેલી હોવાનું ચર્ચામાં છે. બીજી બાજુ સાગ જેવા ઈમારતી લાકડાના ચોરસામાં નીકળતી નવી ફૂંટને પણ કાપી નાંખવામાં આવી રહી છે. આમ જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યારે ફરિયાદ કોને કરવી ? જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે.
આ કારણે થઇ રહ્યું છે નિકંદન
પશુ માટે ઘાસ ચારાના રોપાણના ઉછેર નડતરરૂપ વૃક્ષોને દૂર કરવામાં આવે છે. જ્યાર અન્ય વૃક્ષોની માત્ર છટણી જ કરવામાં આવે છે. બળતરણ માટે લઈ જવાતા લાકડાની પ્રવૃત્તી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડૉ. જગદીશભાઈ જાલંદ્રા, પશુ ચિકિત્સક, સિંધવાય ફાર્મ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.