તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્ડર:સુરતના ઉગત વિસ્તારમાં બે ભાઈઓના ઝઘડામાં કુદેલા પાડોશીએ એકની હત્યા કરી

સુરત3 મહિનો પહેલા
ભાઈઓના ઝઘડામાં પાડોશીએ એકભાઈની હત્યા કરી હતી.(ફાઈલ તસવીર)
  • પાડોશીએ દાતરડાના ઘા ઝીંકીને હત્યા કરી

ઉગત ગામમાં માતાને પૈસા નહીં આપવા બાબતે બે ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં પડોશીએ ગાળો નહી બોલવાનું કહેતા થયેલી બોલાચાલીમાં પડોશી યુવાને દાતરડું મારી એક ભાઇની હત્યા કરી છે.સમગ્ર મામલામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘર ખર્ચ મુદ્દે ઝઘડો થયેલો
રાંદેર નજીકના ઉગત ગામ હળપતિવાસમાં રહેતા તારાબેન રણજીતભાઈ રાઠોડને બે સંતાન છે. જે પૈકી જયેશ ઉર્ફે ગુંગો બોલી શકતો નથી જ્યારે નાનો ભાઈ કલ્પેશ ઉર્ફે શશો કેટરિંગમાં મજૂરી કરે છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કલ્પેશ તેની માતાને ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હતો. જેથી ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં જ્યેશે ઇશારાથી પોતાના ભાઈ કલ્પેશને ઘર ખર્ચ માટે પૈસા કેમ આપતો નથી તેમ કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આવેશમાં હત્યા થઈ
કલ્પેશ જોરથી જોરથી ગાળો બોલવા લાગતા પડોશમાં રહેતા મનોજ ઉર્ફે ગોમાન રાઠોડએ કલ્પેશને ગાળો બોલવાની ના પાડી હતી. જેથી તેમની વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી જઈ ને મનોજે પોતાના ઘરમાંથી માછલી કાપવાનું દાતરડું લાવી કલ્પેશની છાતીમાં ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

સ્થાનિકોએ પણ હત્યાને લઈને ફફડાટની લાગણી અનુભવી હતી.
સ્થાનિકોએ પણ હત્યાને લઈને ફફડાટની લાગણી અનુભવી હતી.

આરોપીને પોલીસે ઝડપી લીધો
અજિત (રાંદેર પીઆઇ ના રાઇટર) એ જણાવ્યું હતું કે હત્યા શુક્રવાર ની રાત્રે થઈ હતી. મરનાર કલ્પેશ અને મુખ બધિર ભાઈ જયેશ ઉર્ફે ગુગા વચ્ચે માસીને ઘર ખર્ચના પૈસા આપવા બાબતે ઝગડો ચાલી રહ્યો હતો. બન્ને ભાઈઓ સામ સામે મારા મારી પર ઉતરી પડતા સોમાભાઇ નામનો ઈસમ બન્ને ભાઈઓ ને છોડાવવા વચ્ચે પડ્યા હતા. એવા સંજોગોમાં પડોશમાં રહેતા ગુમન નામનો ઈસમ હાથમાં દાતરડું લઈ દોડી આવ્યો હતો અને કલ્પેશની છાતીના ભાગે ઘા મારતા એનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપી ગુમાન, મરનાર સહિત તમામ ખેત મજૂરો કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા ગુમાન ની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.