તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વેડરોડમાં 7 વર્ષીય બાળકી સાથે પાડોશીએ અડપલા કર્યા

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોકલેટની લાલચ આપી ઘરે બોલાવી

ચોકબજાર પોલીસ મથકની હદમાં વેડરોડમાં શ્રમજીવી પરિવારના પડોશમાં રહેતા 30 વર્ષીય બદમાશ યુવાને 7 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા. બદમાશ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં બોલાવી હતી. આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને બદમાશ યુવાનની ધરપકડ કરી હતી.

ચોકબજાર પોલીસના જણાવ્યા અનુસાર વેડરોડ પર શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં 7 વર્ષિય બાળકી મોનિકા( નામ બદલ્યું છે) પણ છે.મોનિકા જે મકાનમાં રહે છે તેના ઉપરના માળે ભાડેથી આરોપી 30 વર્ષીય રામપ્રકાશ નિષાદ રહે છે.આરોપી રામપ્રકાશ પંડોળ વિસ્તારમાં કારખાનામાં નોકરી કરે છે. રવિવારે સાંજે રામપ્રકાશે મોનિકાને ચોકલેટની લાલચ આપીને રૂમમાં બોલાવીને તેની સાથે અડપલા કર્યા હતા.

રાત્રે તો મોનિકાએ કોઈને કાંઈ ન કહ્યું પરંતુ સવારે તેને તેની માતા-પિતાને આ બાબતે જાણ કરી હતી. તેથી મોનિકાના પિતાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં રામપ્રકાશ વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોકબજાર પોલીસે આરોપી રામપ્રકાશની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો