તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:શહેરના એન્ટ્રીગેટ પર 72 કલાકમાં કરાવેલો નેગેટિવ રિપોર્ટ માન્ય ગણાશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી બાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. રોજ 210થી વધુ કેસ શહેરમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન પર કરવામાં આવતા ટેસ્ટીંગમાં પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સાથે જ વિવિધ ચેક પોસ્ટમાં કરવામાં આવતા ટેસ્ટીંગમાં પણ પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગની કામગીરી પાલિકા દ્વારા ઘનિષ્ઠ કરવામાં આવી છે. પરંતુ ચેકપોસ્ટ પર હાલમાં ટેસ્ટીંગ માટે ખુબ લાઈનો થતી હોય પાલિકા દ્વારા સુરત શહેરમાં પ્રવેશતા નાગરિકોએ 72 કલાકમાં કરાવેલો નેગેટીવ રિપોર્ટ રજુ કરશે, તો ચેક પોસ્ટ પર તેમજ એન્ટ્રી પોઈટ પર ટેસ્ટીંગ કરાવવાની આવશ્યકતા રહેશે નહી તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...