તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:મુંબઇના વેપારીએ પુણાના વેપારી સાથે રૂ.26 લાખની છેતરપિંડી કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1.52 કરોડનું કાપડ ઉધાર લઈ 1.25 કરોડ જ ચૂકવ્યા હતા

મુંબઈના વેપારીએ પુણાના વેપારી પાસેથી ઉધારમાં 1.52 કરોડ રૂપિયાનું કાપડ મુંબઈ ખાતે મંગાવીને તેમાંથી 1.26 કરોડ રૂપિયા ચૂકવી બાકીના 26 લાખ ન ચૂકવીને છેતરપિંડી કરી હતી. જે બાબતે પુણાના વેપારીએ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે.

ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહેતા યોગેશકુમાર અજીતકુમાર તિવારી વર્ષોથી પુણામાં આવેલી મહાવીર ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. આરોપીઓ અહેસાન શેખ ઉર્ફ પપ્પુ (મેસર્સ. હીના ફેશન્સનો પ્રોપ્રાયટર, રહે. લેન્ડમાર્ક, મલાડ વેસ્ટ, મુંબઈ), આસીફ શેખ (મેસર્સ, હિના ફેશન્સના મેનેજર) અને આઝમી શેખ (હિના ફેશન્સના મેનેજર)એ વર્ષ 2016માં યોગેશકુમાર પાસેથી 1.52 કરોડ રૂપિયાનું કાપડ લીધું હતું. તેની સામે આરોપીઓએ માત્ર 1.26 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

બાકીના 26 લાખ રૂપિયા ચૂકવ્યા નહતા. યોગેશકુમારે વાવંવાર પૈસા માંગવા છતાં આરોપીઓ માત્ર વાયદાઓ જ કરતા હતા. જેથી યોગેશકુમારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વ્યાજે આપેલા રૂપિયાની વસૂલી માટે ધમકી આપી
સરથાણાના રીવર પેલેસમાં રહેતા કનુભાઈ ગજેરાએ 2018માં ફાઈનાન્સર અશોક ભીકડિયા (ગૌરવ પાર્ક સોસા., કતારગામ) પાસેથી 16 લાખ 2 ટકા વ્યાજે લીધા હતા. કનુભાઇએ 12.18 લાખ ચૂકવ્યા બાદ એમનો દીકરો બીમાર પડતા તેઓ બાકીના રૂપિયા આપી શક્યા ન હતા.અશોકે વધુ 14.75 લાખની માંગણી કરી તેના પુત્ર સાથે કનુભાઈના ઘરે જઈ જાનથી મારવાની ધમકી આપતા કનુભાઈએ પિતા-પુત્ર સામે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...