કાર્યવાહી:રિંગરોડના વેપારી સાથે 67 લાખની ચીટિંગમાં મુંબઈનો એક ઝડપાયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રિંગરોડની માર્કેટના વેપારી પાસેથી 3 દલાલો હસ્તક મુંબઈના 6 વેપારી સહિત 10 જણાએ કાપડનો માલ ક્રેડિટ પર લઈ રૂ.67 લાખ ઓહ્યા કરી ગયા હતા. જેમાં ક્રાઇમબ્રાંચની ઈકો સેલે મુંબઈના વેપારી વેસુભા જાડેજા(45)ની ધરપકડ કરી છે. આ વેપારીને પકડવા માટે ટીમ પહેલા કીમ ગઈ હતી, બાદમાં માહિતીના આધારે પોલીસની ટીમે વેપારીને મુંબઈથી પકડી લીધો હતો.

મુંબઈના વેપારી અશોક પારસ જૈન, મોહંમદ શમીમ અન્સારી, તારીકતૈયબ ખાન, વિજય શામજી, ખુશીરામ ગુરુપ્રસાદ વર્મા, દેવીપ્રસાદ ઉપાધ્યાય, દલાલ ધર્મેશ પટેલ, સુનિલ મિશ્રા અને સુરેશ સિંધી હજી ફરાર છે. રાંદેર તારવાડી દિવ્યપ્રભા સોસાયટીમાં રહેતા અને લેડીઝ ગારમેન્ટનો ધંધો કરતા વેપારી શતેન્દ્ર ઠાકુર પાસે સુરત-નવસારીના 3 દલાલો હસ્તક મુંબઈના 6 અને 1 સુરતના વેપારીએ લેડીઝ કૂર્તીનો 67.16 લાખનો માલ લઈ નાણા ઓહયા કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...