ક્રાઇમ:સરથાણામાં રાત્રે જમીને ચાલવા નીકળેલા કારખાનેદાર પાસેથી મોબાઇલ ઝુંટવાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરથાણા યોગીચોક વાસ્તુ રેસિડન્સીમાં રહેતા રામજીભાઇ લક્ષ્મણભાઇ રાસડીયા લિંબાયતમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. તા.25મી ઓગષ્ટના રોજ રાત્રે રામજીભાઇ જમીને ચાલવા માટે નિકળ્યા હતા. 9.30 વાગ્યાના અરસામાં તેઓ યોગી હાઇટ્સ એપલ ફાર્મ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી બાઇક પર સવાર થઇને આવેલા બે શખ્સો તેમના હાથમાં રહેલો રૂ.16 હજારની કિંમતનો મોબાઇલફોન ઝુંટવીને નાસી ગયા હતા. બનાવ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...