ધરપકડ:મિલિટરી યુનિફોર્મમાં એરગન લઈને ફરતો સગીર પકડાયો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અઠવા પાસે વીડિયો બનાવવા ફરતો હતો

અમદાવાદમાં દાદા - દાદી સાથે રહેતા 16 વર્ષના સગીરે ઓનલાઇન રમકડાની એરગન મંગાવી હતી. ગન આવ્યા બાદ મિલેટ્રી ટાઇપનો યુનિફોર્મ પહેરી બુધવારે સવારે અઠવાઇન્સની ફેમિલી કોર્ટ પાસે ફરતો હતો. આથી અઠવાલાઇન્સ પોલીસને શંકા જતા તેમણે સગીરની પૂછપરછ કરી હતી. સગીરે જણાવ્યું હતું કે, રસ્તામાં કોઈ પકડે નહિ તે માટે રમકડાની એરગન લઈને આવ્યો હતો. સગીરને મિલિટરી ટાઇપનો યુનિફોર્મ અને એરગન લઈને વિડીયો બનાવવાનો ઈરાદો હતો. આ અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, સગીરના માતા-પિતા વિદેશમાં યુકેમાં રહે છે અને તે અમદાવાદ ખાતે દાદા-દાદી સાથે રહે છે.

તેના કાકા મિલેટ્રીમાં નોકરી કરે છે. સુરતમાં સગીરના સંબંધીઓ પણ રહે છે. અમદાવાદથી તે મિત્ર સાથે ટ્રેનમાં સુરત આવ્યો હતો અને ફેમિલી કોર્ટમાં કોઈ સંબંધીના કામ અર્થે આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. તેની પાસેથી લેપટોપ અને બોડી સ્પ્રે પણ મળી આવ્યા હતા. સગીર પાસેથી કોઈ ગુનાહિત સામાન મળ્યો ન હોવાથી પોલીસે પૂછપરછ કરીને તેને જવા દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...