આક્ષેપ:સુરતમાં બાળકીની છેડતી કરનારા આધેડનું મોત, પરિવારે કહ્યુ, ‘પોલીસના મારને કારણે મૃત્યુ થયું અને ફરિયાદ પણ ન લીધી’

સુરત6 મહિનો પહેલા
જમણે મૃતક આધેડ અને ડાબે મૃતકની ફાઇલ તસવીર

સોની ફળિયાની એક સાત વર્ષીય બાળકીની શારીરિક છેડતી પ્રકરણમાં લાજપોર જેલમાં મોકલી અપાયેલા આધેડને આજે સિવિલ લાવતા મૃત જાહેર કરાયો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, છેડતીના આરોપ બાદ લોકોએ વૃદ્ધ વસંતભાઈને માર મારી પોલીસને હવાલે કરી દીધો હતો. તારીખ 11 જુલાઈએ શારીરિક છેડતી કરનારને બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી આવી હતી અને ઘરે માતાને વાત કરતાં સોસાયટીમાં હંગામો થયો હતો.

આધેડે બાળકીને હાથ પર કીસ કરી હતી
આ મામલે અઠવા પોલીસે જણાવ્યું હતું કે, તા. 11મીએ એક સાત વર્ષીય પુત્રી બિલ્ડિંગમાં રમી રહી હતી. તે વખતે તેનો બોલ એક ફ્લેટમાં જતાં તે લેવા માટે અંદર ગઇ હતી. આ ફ્લેટમાં રહેતા વસંત ઠાકોર સુરતી (ઉ.વ. 50)એ આ બાળકીને પકડી રમાડવાના બહાને હાથ ઉપર કિસ કરી શારીરિક છેડતી કરી હતી. જો કે, બાળકી બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી આવી હતી. બે દિવસ બાદ બાળકીએ માતાને વાત કરી હતી. સોસાયટીની મિટિંગમાં બાળકીએ પોતાની સાથે અશ્લીલ હરકત કરનાર હવસખોર ઓળખી બતાવતાં હંગામો મચ્યો હતો. રહીશોએ પોલીસ બોલાવી ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આધેડને જેલ ભેગો કરી દેવાયો હતો.

યોગ્ય સારવાર ન મળવાનો આક્ષેપ
દરમિયાન આજે મોડી સાંજે વસંતભાઈની તબિયત લથડતા તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારનું કહેવું છે કે, વસંતભાઈનું મોત જેલમાં જ થઈ ગયું હતું. એટલું જ નહીં પણ જે તે સમયે લોકોના હાથે ઘવાયેલા વસંતભાઈની યોગ્ય સારવાર ન કરાતા તેમનું મોત થયું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જોકે પોસ્ટ મોર્ટમ બાદ વસંતભાઈની મોતનું સાચું કારણ જાણી શકાશે એવું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે દીકરીની ફરિયાદ ન લીધી
ખુશ્બુ (મૃતક વસંતભાઈની દીકરી)એ જણાવ્યું હતું કે, હું સોમવારે પપ્પાને મળવા ગઈ હતી ત્યારે જ પપ્પાની તબિયત બગડેલી હતી. હાથ પર બોટલ ચઢાવવામાં આવ્યા હતા. વ્હીલ ચેર પર મુલાકાત આપી હતી. અમને ઓળખતા પણ હતા. ઘટનાના દિવસે પપ્પાને માથામાં માર મરાયો હતો. ત્યારબાદ પપ્પાની હાલત આવી થઈ ગઈ હતી. આજે અમે નાની બાળકીનો જન્મ દિવસ હતો એટલે એને લઈને મળવા ગયા હતા. જ્યાં અમને જેલવાળા ઓએ કહ્યું જાવ સિવિલમાં લઈ ગયા છે. એમ પણ ન કહ્યું કે કેમ લઈ ગયા છે અને જીવિત નથી. સિવિલ આવ્યા બાદ તપાસ કરતા એક સ્ટ્રેચર ઉપર સફેદ ચાદર ઓઢાડીને પપ્પાને સુવડાવાયા હતા. મેં ચાદર ઉચકી તો એ જ મારા પપ્પા હતા. મૃત્યુનું કારણ પૂછ્યું તો જણાવવામાં આવ્યું ખબર નથી. મારા પપ્પાનું મોત માથા ઉપર થયેલા મારને કારણે થયું છે અને જે તે સમયે પોલીસે અમારી ફરિયાદ પણ લીધી ન હતી. અમને ન્યાય મળવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...