સુરતના નવાગામ ડિંડોલી ખાતે રહેતા આધેડે ગત રાત્રે જોલવા ગામમાં દારૂ પીધા બાદ એસિડ ગટગટાવી લીધું હતું. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે આધેડનું મોત નીપજ્યું હતું.
બેંકે મકાન સીલ કરતા પગલું ભર્યું
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી નવાગામ ડિંડોલી ખાતે આવેલી લક્ષ્મણનગરમાં રહેતા અમૃતભાઈ આશારામભાઈ પાટીલ (ઉ.વ.53 ) એ ગઈ કાલે રાત્રે જોલવા ગામ ખાતે આવેલ આરાધના લેક ટાઉન પાસે એસિડ ગટગટાવી લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સમયસર લોન ભરાઈ ન હતી
જોલવા ખાતે 10થી 12 વર્ષ પહેલા મકાન ખરીદ્યું હતું. જેની લોન બેંક પાસેથી લીધી હતી. લોકડાઉનના સમયે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બેંકની લોન સમયસર ચૂકવી શક્યા ન હતા. આવકના સાધન ન હોવાને કારણે બેંકના આપતા ભરી શક્યા ન હતા. આખરે બેંકે સતત ઉઘરાણી ચાલુ રાખતા મકાન સીલ કરી દીધું હતું. પોતાનું મકાન સીલ થયેલું જોઈને આધેડને આઘાત લાગ્યો હતો.
મારા ભાઈએ પણ આપઘાત કરી લીધો હતો
મૃતકના પુત્ર રાજેન્દ્રએ જણાવ્યું હતું કે તેમને 10થી 12 વર્ષ પહેલા જોલવા ગામ ખાતે લોન ઉપ૨ મકાન લીધું હતું. પરંતુ સમયસર લોન નહીં ભરાતા બેંક દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું અને નોટિસ આપી ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જેથી તેઓ રહેવા માટે નવાગામ ડિંડોલી ખાતે આવી ગયા હતા. મકાનને સીલ મારી દેવામાં આવતા પિતા ટેન્શનમાં ૨હેવા લાગ્યા હતા. ગઈ કાલે તેજ મકાન પાસે જઇને સીલ જોઈને વધારે ટેન્શન આવી ગયા હતા અને ત્યાં જ દારૂ પીધા બાદ એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.