તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાંડેસરામાં બાઈક ચાલકે ટક્કર મારતા આધેડનું મોત

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા જશુભાઈ કાલઈભાઈ બારીયા(50) લૂમ્સના કારખાનામાં ટીએફઓ મશીન ચલાવતા હતા. ગઈ તા.16 નવેમ્બરના રોજ તેઓ તેમના સાળા પ્રભુદાસ સાથે બાઈક પર પાછળ બેસી નાના ભાઈના ઘરે જતા હતા.

દરમિયાન પાંડેસરા પત્રકાર સર્કલ પાસે અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...