તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Middle aged Man Riding A Wrong Side Bicycle Was Caught By The Police, Now He Has To Go To Court To Pay A Fine Of Rs 100.

જી.પી એક્ટ:રોંગ સાઈડ સાઇકલ ચલાવતા આધેડને પોલીસે મેમો પકડાવ્યો, રૂ.100નો દંડ ભરવા હવે કોર્ટમાં જવું પડશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇકલ મોટર વ્હિકલ એક્ટમાં ન આવે, જી.પી. એક્ટ મુજબ કોર્ટમાં દંડ ભરવા જવું પડે
  • પોલીસે કહ્યું, ‘ભુલથી એમ.વી એક્ટ હેઠળ મેમો આપ્યો પણ પછી સુધારીને જી.પી એક્ટ કર્યો

સચિન ઇન્ડસ્ટ્રીયલમાં સંચા ખાતામાં નોકરી માટે સાઇકલ પર જતાં રાજબહાદુર યાદવને (46,રહે પાંડેસરા હાઉસિંગ બોર્ડ)પોલીસે ગુરુવારે સવારે સચિન નોટીફાઈડ વિસ્તાર પાસે અટકાવ્યો હતો. રોંગસાઈડ સાઇકલ ચલાવતા ટ્રાફિકમાં ફરજ પરના એલ.આર. કોમલ ડાંગરે રાજબહાદુરને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આરટીઓ સુરત લખેલો રૂ.100નો મેમો પકડાવી જવા દીધો હતો. પહેલા પોલીસે સાઇકલનો એમ.વી. એક્ટ હેઠળ મેમો આપ્યો પછી સાઇકલ હોવાથી સુધારીને જી.પી.એક્ટ કર્યું હતું. જેમાં કોર્ટમાં દંડ ભરવા જવું પડે છે.

કલમ 184 લખવામાં ભૂલ છે: પોલીસ
રાજબહાદુરે જણાવ્યું હતું કે, મેમો બનાવી આપ્યા બાદ સાઇકલ જમા લેવામાં આવી ન હતી. મારી પાસે દંડ પણ વસૂલાયો નથી.ટ્રાફિક એસીપી એચ.ડી. મેવાડાએ જણાવ્યું કે સાઇકલને મેમો આપી શકાય જોકે આ મેમોમાં જીપી એક્ટ 99 અને 117ને બદલે મોટર વેહિકલ એક્ટની કલમ 184નો ઉલ્લેખ કરાયો છે એ યોગ્ય નથી.કર્મચારીથી ભૂલ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...