શહેરમાં અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેમાં ગોડાદરાના આધેડને આઈમાતા ઈન્ટરસિટી રોડ પર બાઈક ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નીપજ્યું હતું. અન્ય બનાવમાં મોટા વરાછા લેક ગાર્ડન પાસે પગપાળા પસાર થતા યુવકને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા મોત નીપજ્યું હતું. બન્ને બનાવો અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. ગોડાદરા શ્રીજી નગર સોસાયટીમાં રહેતા 53 વર્ષીય વિજયકુમાર યોગેન્દ્ર પ્રધાન એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરતા હતા.
રવિવારે સવારે તેઓ તેમના બે મિત્રો સાથે પગપાળા કામે જતા હતા. આઈમાતા ઈન્ટરસિટી રોડ પાસે બીઆરટીએસ બસ સ્ટેશન નજીક અજાણ્યા બાઈક ચાલકે વિજયકુમારને અડફેટમાં લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનુ મોત નીપજ્યું હતું.
અન્ય બનાવમાં મોટા વરાછા લેક ગાર્ડન સામે રામચોક ખાતે રહેતા જાવેદ યુસુફ શેખ(45)મજુરી કામ કરતા હતા. 5-6 દિવસ પહેલા મોટા વરાછા લેક ગાર્ડન પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ રવિવારે મળસ્કે તેમનું મોત નીપજ્યું હતું. બન્ને બનાવો અંગો પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.