સુરતના ચોક બજાર ભાગા તળાવ સ્થિત આવેલ જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી રેડ કરવામાં આવી હતી. ચોરીના મોબાઈલ વેચતા હોવાની ફરિયાદને આધારે અહીં 70થી વધુ પોલીસ કર્મચારી સાથે મળી સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક સાથે પોલીસ દ્વારા જનતા માર્કેટમાં રેડ કરાતા માર્કેટમાં અનેક વેપારીઓ દુકાન બંધ કરી નાસી છૂટ્યા હતા.
જનતા માર્કેટમાં સુરત પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે-વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં મોબાઇલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં વેચવા માટે આવતી હોવાની ફરિયાદને આધારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જનતા માર્કેટમાં જુના અને નવા મોબાઈલ નું વેચાણ મોટાપાયે થાય છે. અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણમાં કરે છે કે, નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગા તળાવ સ્થિત આવેલા જનતા માર્કેટમાં મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતું. જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ રૂપલ સોલંકી, સહિત ક્રાઈમ બ્રાન્ચ ના એસીપી તમામ પીઆઈ, સ્થાનિક અથવા પોલીસ મથકના પીઆઇ, એસઓજી પીસીબીના ઉચ્ચ અધિકારીઓ સહિત 50થી વધુ પોલીસની ટીમ સાથે મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી સાથેની જુદી જુદી ટીમ બનાવી એક સાથે સમગ્ર જનતા માર્કેટમાં રેડ કરી સર્ચ હાથ ધર્યું હતું.
ચોરીના મોબાઈલ વેચાણની ફરિયાદને લઈ કરાઈ રેડ
સુરતના ચોક બજાર આવેલું જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લે-વેચનું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાય કરોડોના મોબાઇલની લે-વેચ થતી હોય છે. ક્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ સ્ટેચિંગ અને ચોરીની ઘટના બની રહી છે. આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી. જેને આધારે પોલીસે આજે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. મોબાઈલની લે-વેચ કરનાર વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી. બિલ વગરના કે ચોરીના ફોન વેચાઈ છે કે, નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરાયું હતું.
અનેક વેપારીઓ દુકાન બંધ કરી પલાયન
સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ એસઓજી પીસીબીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઇલ કબ્જે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
ચોરીના મોબાઈલ વેચનાર સામે કાર્યવાહી કરાશે
જોઈન્ટ પોલીસ કમિશનર એન્ડ ક્રાઈમ કંટ્રોલના અધિકારી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીની અધ્યક્ષતામાં જનતા માર્કેટમાં રેડ કરવામાં આવી છે. આ રેડમાં ક્રાઈમ બ્રાન્ચ sog pcb સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા છે. પોલીસ કમિશનરના આદેશ મુજબ ચોરીના અને બિલ વગરના મોબાઇલની લે વેચ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને જનતા માર્કેટમાં આ પ્રકારના મોબાઈલ લે વેચ થતી હોવાની અનેકવાર ફરિયાદ મળી હતી. ત્યારે સુરત પોલીસની જુદી જુદી ટીમ એક સાથે મળીને જનતા માર્કેટમાં હાથ ધર્યું છે. જેમાં કોઈપણ વેપારી પાસે બિલ વગરના કે, ચોરીના મોબાઈલ વેચાણ થતા હોવાનું જણાશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ખૂબ જ મોટી કાર્યવાહી એક સાથે હાથ ધરવામાં આવી છે. આ જ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં છૂટક છૂટક પોલીસની ટીમ બનાવીને નિયમિતપણે કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.