AAPમાં ઉકળતો ચરૂ:કતારગામમાં કાર્યકરો ગોપાલ ઈટાલિયા સામે, કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષને આયાતી ઉમેદવાર ગણાવી કહ્યું-'અમારા ફોન પણ ઉપાડતા નથી'

સુરત9 દિવસ પહેલા
સુરત સહિત ગુજરાતના આપના નારાજ થયેલા કાર્યકર્તાઓ સંમેલન યોજશે

આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરની અંદર છેલ્લા દોઢ બે વર્ષથી જબરજસ્ત રીતે સંગઠનનાત્મક રીતે કામ ચાલી રહ્યું હતું. દરેક વિધાનસભા વિસ્તારમાં પોતાનું અલગ સંગઠન મજબૂત બને તે પ્રકારના પ્રયાસો પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે એ જ સંગઠનમાંથી કેટલાક નારાજ લોકો આપની સામે પડ્યા છે.કતારગામ વિધાનસભામાં ટિકિટ વહેંચણીમાં ન્યાય થયાની લાગણી સાથે નારાજ કાર્યકરોનું સંમેલન યોજવામાં આવશે.

ટિકિટ વહેચણીમાં અન્યાય
આમ આદમી પાર્ટીના કતારગામ વિધાનસભાના કાર્યકર્તાઓમાં નારાજગી દેખાઈ રહી છે. રાજુ દિયોરા અને તેની ટીમ પોતાના જ પક્ષની સામે પડ્યો હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. રાજકીય રીતે ખેચતાણ શરૂ છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાના જ પક્ષમાં લાગેલી આગને કેવી રીતે બુજાવશે તેના ઉપર સૌ કોઈની નજર છે. કતારગામ વિધાનસભાના આપના સક્રિય કાર્યકર્તાઓનું કહ્યું છે કે, ટિકિટ ફાળવણી મુદ્દે આયાતી ઉમેદવારને લાવીને અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

ગોપાલ ઇટાલિયા સામે પોતાના પક્ષમાં નારાજગી
રાજુ દિયોરા અને તેની સાથે આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ પણ નારાજ હોય ત્યાં પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનું અંતિમ ઘડીએ કતારગામ વિધાનસભા બેઠક ઉપરથી લડવાનું નક્કી થયું હતું. જ્યારે આ બાબતની ચર્ચા પક્ષમાં થઈ હતી. ત્યારથી જ કતારગામ વિધાનસભા સંગઠનની અંદર ગણગણાટ શરૂ થઈ ગયો હતો. ભારતીય જે સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર્તા અને ટિકિટ આપવાની વાત કરી હતી. તેને બદલે એકાએક જ આયાતી ઉમેદવાર એવા ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી દેતા પક્ષમાં આંતરિક વિરોધ શરૂ થઈ ગયો હતો.

તન- મન- ધનથી પાર્ટીની સેવા કરવાનો આદેશ હતો
રાજુ દિયોરાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એ ગરીબ અને મધ્યમ વર્ગની પાર્ટી કહેવાય છે. અમનું હતું કે, અમે આ પાર્ટીની અંદર હજારો કાર્યકર્તાઓ તન મન ધનથી સેવા કરીશું, તો પાર્ટી તેને ધ્યાનમાં રાખશે. પરંતુ પાર્ટી એ અમારી બે ત્રણ વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. હજારો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે પણ પાર્ટી પાસેથી પણ રૂપિયો લીધા વગર પાર્ટી માટે પોતાના ખર્ચે સેવા કરી છે. અને આખરે જ્યારે ઉમેદવારી નોંધાવાની વાત હતી અને ઉમેદવારને પસંદ કરવાની વાત હતી ત્યારે અમારી સાથે અન્યાય કરીને આયાતી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા.

પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાના ફોન પણ ઉઠાવતા ન હતા
સામાન્ય રીતે કોઈપણ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને લઈને સામાન્ય કાર્યકર્તાને ગર્વ હોય છે. પરંતુ ગોપાલ ઇટાલિયા સાથેનો અનુભવ એવો રહ્યો છે કે, તેઓ પાર્ટીના નાના કાર્યકર્તાઓ સાથે વધુ વાત પણ નથી કરતા અને તેમનો ફોન પણ ઉપાડતા નથી. કાર્યકર્તાઓએ કોઈ ફરિયાદ કરવી હોય પ્રદેશ અધ્યક્ષને તો તેઓ ક્યારેય તે ફરિયાદને સાંભળતા પણ નથી. આવા વ્યક્તિને અમારી બેઠકો પરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાને કારણે અમારી સાથે અન્ય થયો હોવાની લાગણી થઈ રહી છે.

આપના નારાજ કાર્યકરોએ પક્ષ પ્રમુખ સામે જ આક્ષેપ કર્યા હતાં.
આપના નારાજ કાર્યકરોએ પક્ષ પ્રમુખ સામે જ આક્ષેપ કર્યા હતાં.

નારાજ કાર્યકર્તાઓનો સંમેલન
સુરત શહેરની કતારગામ વિધાનસભા બેઠકથી લઈને રાજ્યભરની જે વિધાનસભા બેઠકમાં અસંતોષ જોવા મળ્યો છે. તેવા તમામ આ માર્ગની પાર્ટીના કાર્યકર્તાઓ સુરત ખાતે એકત્રિત થવાના છે. કાર્યકર્તાઓ સંમેલનમાં હાજરી આપીને કેવી રીતે અન્યાય થયો છે અને તેનો જવાબ આવે કેવી રીતે આપવો તેની રણનીતિ નક્કી કરશે. એક તરફ સુરતમાં આમ આદમી પાર્ટી સતત જનસભાઓ કરીને લોકોમાં પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પોતાના પક્ષના કાર્યકર્તાઓ જો પોતાનો વિરુદ્ધમાં સંમેલન યોજાય તો આને કેવી રીતે પહોંચી વળવું તે આમ આદમી પાર્ટી માટે પણ પડકારરૂપ હશે. આમ આદમી પાર્ટી કતારગામમાં જે રીતે સક્રિય રીતે કામ કરી રહી છે ત્યારે આ એક નવો પડકાર તેમની છબી ઉપર નુકસાન પહોંચાડશે કે કેમ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...