તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભીમરાડની હોટેલમાં યુવતી પર રેપ કરનારો પ્રેમી પકડાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છુટાછેડા લેવડાવ્યા બાદ દીકરાનો ત્યાગ કરાવી, થોડા દિવસ સાથે રાખી ત્યજી દીધી

ઘોડદોડ વિસ્તારની પરિણીતાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રના યુવકે શારીરિક સંબંધ બાંધી તરછોડી અન્ય યુવતી જોડે લગ્ન કરી લેતા પરિણીતાએ ખટોદરા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપી હતી. જેથી પોલીસે આરોપી ગૌરવ પાટીલની ધરપકડ કરી છે. શહેરના એક હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી 26 વર્ષીય પરિણીતાનો પતિ જોડે ઝઘડો થતા તેણીએ ઘર છોડી દીધું હતું. પરિણીતા વર્ષ 2019માં મુંબઈની પ્રાઇવેટ કંપનીમાં નોકરી માટે ગઈ ત્યારે આરોપી ગૌરવ પાટીલ જોડે મિત્રતા થઈ હતી.

મિત્રતામાં વાત લગ્ન કરવા સુધી પહોંચી ગઈ હતી. પરિણીતાને મળવા માટે આરોપી ગૌરવ સુરત આવતો હતો. આરોપીએ અલથાણ ભીમરાડ કેનાલ રોડની ઓયો હોટેલમાં પરિણીતાને મળવા બોલાવી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યો હતો. 15 દિવસ પછી પ્રેમી પાછો સુરત આવી પરિણીતાને તેના પતિને છુટાછેડા આપી દેવાની વાત કરી હતી. આથી પરિણીતાએ પ્રેમી પર વિશ્વાસ કરી છુટાછેડા આપી દીધા હતા અને દીકરો પણ પતિને આપી દીધો હતો.

આરોપીએ પરિણીતાને વતનમાં ગામથી 25 કિ.મી. દૂર રાખી હતી. જ્યાં થોડો વખત રાખી તરછોડી બીજા લગ્ન કરી લીધા હતા. જેથી પરિણીતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મહારાષ્ટ્રના હુલઢાણા જિલ્લાના ખામગાંવથી ગૌરવ(24)ની ધરપકડ કરી છે. આરોપી હાલમાં ડી.જે. ઓપરેટરનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...