• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Large Number Of Maldharis Reached The Dharna Site On Dabholi Road, The Religious Gurus Of The Maldharis Protested Against The Government: The Government Should Not Harass The Maldharis In A Wrong Way.

સુરતમાં માલધારીઓનું શક્તિપ્રદર્શન:માલધારીઓના ધર્મ ગુરુઓની સરકારને ટકોરઃ 'ખોટી રીતે સરકાર માલધારીઓને હેરાન ના કરે'

સુરત25 દિવસ પહેલા
માલધારી સમાજ દ્વારા આંદોલનને વધુ ઉગ્ર કરવાની દિશામાં કાર્યક્રમનું આયોજન.

માલધારી સમાજના ગુરુ કનિરામ બાપુએ સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. વર્ષોથી માલધારીઓ ગામડામાં રહેતા હતા. જે તબેલાઓ તોડવામાં આવ્યા એ ગામડામાં હતા. સરકારે હદ વિસ્તરણ કર્યું છે. સુરત મનપાએ ગામડાઓને શહેરમાં ભેળવ્યા, પરંતુ, માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી નહીં. સરકાર માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી છે.

વૈકલ્પિક જગ્યા વગર તબેલા દૂર કરવા દુઃખદ
કામરેજથી એક હજાર માલધારીઓએ આજે બાઈક રેલી યોજી હતી. માલધારી સમાજના ધર્મ ગુરુએ માલધારીઓને સંબોધતા કહ્યું હતું કે, સરકાર ખોટી રીતે હેરાનગતિ કરી રહી છે જે અન્યાય રૂપ છે. નોટિસ આપ્યા વગર આ રીતે તબેલા દૂર કરવા એ અમાનવીય કૃત્ય છે. સરકારે માલધારીઓની મુશ્કેલી સમજવી જોઈએ. જો તેમને મહાનગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની વિચારણા ન હોય તો આ પ્રકારે તબેલાના પશુ અને લઈ જવાએ કાર્યવાહીને હું વખોડું છું.

તમે કાકરી મારશો તો અમને પથ્થર મારતા આવડે છે
માલધારી સમાજના અગ્રણી અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બાબુ રાયકા આજે માલધારી સમાજના ધરણાં સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શાસકોને સ્પષ્ટ ચિંતા ઉચ્ચારી હતી કે, તમે જો કાંકરી ચાળો તો તેનો જવાબ અમને આપતા આવડે છે. જો તમે કાકરી મારશો તો એનો જવાબ અમે પથ્થરથી આપીશું. હાઇકોર્ટના હુકમનો બહાનો આગળ ધરીને માલધારીઓને ટાર્ગેટ આપ કરવામાં આવી રહ્યા છે. મેં અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે, આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે તમે ભોગવવા માટે તૈયાર રહેજો.

અન્ય સમાચારો પણ છે...