વિવાદોનું ઘર બની ગયેલા સુરત એરપોર્ટ ઉપર વધુ એક વિવાદ સામે આવ્યો છે. કેટલાક વિવાદો અને અસુવિધાઓથી કસ્ટમર સેટિસ્ફેકશન સર્વેમાં સુરત એરપોર્ટ નીચે ગગડ્યું છે. એરપોર્ટ ઉપર પ્રવેશતાની સાથે જ જમણી બાજુ આવેલી પ્રોજેક્ટ ઓફિસમાં અધિકારીઓએ જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેમ લેડીઝ અને જેન્ટ્સ ટોઇલેટ એક રૂમમાં આજુબાજુમાં બનાવી દીધા છે. બે અલગ અલગ વોશરૂમ છે પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો એક જ છે. પુરુષના યુરિનલ બ્લોકની સાથે જ લેડીઝ ટોઇલેટ પણ દેખાય છે, આવા સમયે લેડીઝ અને જેન્ટ્સ એક સાથે હોય એવું મોટા ભાગે હોતુ નથી.
અહીં ટોઇલેટ તો અલગ અલગ જ છે પરંતુ ત્યાં સુધી પહોંચવાનો બહારનો દરવાજો એક જ છે. અહીં યુરિનલ બ્લોક પણ છે અને સાથે સાથે લેડીઝ ટોઇલેટ પણ છે. આ ટોઇલેટમાં મહિલા આવે ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવે છે.
કર્મચારીઓ, ઇજનેરો ટોઇલેટનો ઉપયોગ કરે છે
પ્રોજેક્ટ ઓફિસમાં આવેલા ટોઇલેટનો ઉપયોગ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ પીટીટી પ્રોજેક્ટના કામ કરતા અનેક કર્મચારી તેમજ ઇજનેરો કરી રહ્યા છે. મજૂરો માટે પણ અલગ બાથરૂમની વ્યવસ્થા રખાય હોવાનું કહેવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.