પાલિકાએ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ માટે 70 મીટર ઊંચાઇનું એટલે કે 22 માળ સુધી પહોંચે તેવું એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદવાનો નિર્ણય લીધો છે. 13 કરોડના ખર્ચે આ પ્લેટફોર્મ ખરીદવા માટે આવેલ એક માત્ર ટેન્ડર મંજૂર કરવા સ્થાયી સમિતિની મંજૂરી માંગવામાં આવી છે. શુક્રવારે નિર્ણય લેવામાં આવશે. હાલમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ પાસે 70 મીટરની ઊંચાઇ ધરાવતું એક એરિયલ લેડર પ્લેટફોર્મ છે. વધુ એક 70 મીટરનું ખરીદવામાં આવશે. શહેરમાં 100 મીટર સુધીની ઉંચાઈ ધરાવતી ઈમારતોને ધ્યાને રાખીને આ પ્લેટફોર્મની ખરીદાશે.
શહેરમાં હાઇરાઇઝ ઈમારતો, ટેક્સટાઈલ માર્કેટો અને ઔદ્યોગિક સંકુલોમાં અગ્નિકાંડ જેવી હોનારત દરમ્યાન બચાવ અને રાહતની કામગીરીમાં આ મશીનરી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હાલ આટલું ઊંચું પ્લેટફોર્મ મુંબઈ પાલિકા પાસે ઉપલબ્ધ છે. ફિનલેન્ડની બ્રોન્ટો સ્કાયલિફ્ટ નામની કંપનીના મુંબઈના ઓથોરાઈઝ્ટ એજન્ટ પાસેથી 13 કરોડના ખર્ચે આ અત્યાધુનિક મશીનરી ખરીદાશે. પાલિકા પાસે 90 મીટર ઊંચાઇ ધરાવતું એરિયલ લેડર પ્લેટફોર્મ છે. તક્ષશીલાકાંડની ઘટના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને અદ્યતન સાધનો-મશીનીરીથી સજ્જ કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.