સારવાર:સુરત આવેલા કેન્યાના નાગરિકને કોરોના, સ્મીમેરના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં નવા 8 કેસ, 6 કેસમાં અમદાવાદ, દિલ્હી-જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી
  • કિરણ હોસ્પિટલમાં દાખલ ભાઈની સારવાર માટે આફ્રિકાથી આવ્યો હતો

કેન્યાના નૈરોબીથી પોતાના ભાઈની ગંભીર બીમારીની સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં આવેલા વિદેશી નાગરિકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાઈરીસ્ક દેશમાંથી આવેલા નાગરિકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેરમાં ઓમીક્રોનના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા છે. 55 વર્ષીય વિદેશી નાગરિક એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેમના ભાઈને ગંભીર બીમારી હોય તેની સારવાર માટે તેઓ નૈરોબીથી વાયા શાહજાહ થઈ મુંબઈથી 15 ડિસેમ્બરે ટેક્સી મારફતે સુરતમાં કિરણ હોસ્પિટલમાં ગયા હતા અને સુરત રેલ્વે સ્ટેશન પાસે હોટેલમાં રોકાયા હતા.

તેઓ ભાઈની સારવાર માટે 17 ડિસેમ્બરે પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાઈરીસ્ક દેશમાંથી આવ્યા હોવાથી તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી તરીકે અલાયદા વોર્ડમાં કોરન્ટાઈન કરાયા છે. તેમને કોઈ લક્ષણો ન હતા તેમજ તેમણે વેક્સિનનો એક ડોઝ લીધો છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા 22 લોકોના ટેસ્ટ કરાવ્યા છે જેનો રિપોર્ટ હાલ પેન્ડીંગ છે અને તમામ કોન્ટેક્ટ્સને હાલ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને દર્દીની હાલત હાલ સ્થિર છે.

રામપુરાની ગૃહિણી, હોમ ડેકોરેશન ઓિફસના મેનેજર અને પાલના જમીન દલાલ સંક્રમિત
શનિવારે શહેરમાં 8 અને જિલ્લામાં 1 કેસ સાથે કોરોનાના વધુ 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં કેન્યાના નૈરોબીથી ભાઈની સારવાર માટે આવેલા 55 વર્ષીય વિદેશી નાગરિક અને રામપુરા વિસ્તારમાં રહેતી 48 વર્ષીય ગૃહિણી સંક્રમિત છે. આ બન્નેએ વેક્સિનનો એક જ ડોઝ લીધો છે.

તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં અઠવાલાઈન્સમાં રહેતા અને કેરલામાં લગ્નમાં હાજરી આપી પરત આવેલા 51 વર્ષીય ટેક્ષટાઈલ વેપારી, ઘોડદોડ રોડ ખાતે રહેતા અને જયપુર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા 66 વર્ષીય વૃદ્ધા, ઉમરામાં રહેતા અને અમદાવાદ લગ્ન પ્રસંગમાં જઈ પરત આવેલા 62 વર્ષીય વૃદ્ધ તેમજ અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવેલા પાર્લેપોઈન્ટના 73 વર્ષીય વૃદ્ધા સંક્રમિત થયા છે. તેવી જ રીતે વેસ્ટ ઝોનમાં રાજસ્થાન શ્રીનાથજીનો પ્રવાસ કરી આવેલા અને હોમડેકોરેશન ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા પાલના 60 વર્ષીય વૃદ્ધ તેમજ પાલ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય જમીન દલાલ સંક્રમિત થયા છે. ​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...