તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકિંગ સીસીટીવી:સુરતના સિંગણપોર ચાર રસ્તે રોંગ સાઈડમાં આવી જીપે બાળકીને કચડી, અકસ્માતને પગલે લોકો દોડીને બચાવવા પહોંચ્યા

સુરત18 દિવસ પહેલા
જીપચાલકે બાળકી પર ગાડી ચડાવી દીધી હતી
  • 1 સપ્ટેમ્બરે રોંગ સાઈડમાં જીપ આવી હતી અને બાળકીને અડફેટે લીધી હતી
  • બાળકીને સારવાર અર્થે પહેલા ખાનગી અને ત્યાંથી સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાઈ

સુરત સિંગણપોર ચાર રસ્તા નજીક રોંગ સાઇડ પર આવતી જીપના ચાલકે એક 6 વર્ષની બાળકીને અડફેટે લઈ કચડી હતી. આ ઘટનાના CCTV સામે આવતા સિંગણપોર પોલીસે ફરિયાદ નોંધી જીપના ચાલકની શોધખોળ હાથ ધરી છે. જીપની અડફેટે ચડેલી બાળકી શ્રમજીવી પરિવારની એકની એક દીકરી હોવાનું અને દુકાનથી નાસ્તો લઈ પરત ફરતા જીપની અડફેટે ચઢી હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્રણ દિવસ પહેલા બનેલી ઘટના બાદ પણ જીપનો કરોડપતિ ચાલક પોલીસ પકડથી દૂર રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે બાળકી સ્વિમેર હોસ્પિટલમાં ઝઝૂમી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારની એકની એક દીકરી
મહેશ પરમાર (શ્રમજીવી પરિવારના મિત્ર) એ જણાવ્યું હતું કે, જીતુ રાઠોડની ત્રણ સંતાનમાં એકની એક દીકરી ગાયત્રી સૌની લાડકી દીકરી છે. માતા ઘર કામ કરી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે, તો જીતુભાઇ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

જીપ ચડાવીને ચાલકે ગાડીને પાછી રિવર્સ પણ કરી હતી
જીપ ચડાવીને ચાલકે ગાડીને પાછી રિવર્સ પણ કરી હતી

ગાંઠિયાનું પડીકું લઈને ઘરે જતાં બાળકીને અકસ્માત
વધુમાં જણાવ્યું હતું, પહેલી સપ્ટેમ્બરના રોજ માસૂમ ગાયત્રી ઘર નજીક દુકાન પર ગાંઠિયાનું પડીકું લઈ પરત ફરી રહી હતી. ત્યારે સિંગણપોર ચાર રસ્તા નજીક રોંગ સાઇડ પર આવતી એક બ્લેક કલરની જીપના ચાલકે તેને અડફેટે લીધી હતી, જેમાં તેના બન્ને પગની જાગ પરથી જીપના વ્હીલ ચડાવી ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સવારે સાડા નવ વાગ્યાના અરસામાં બનેલી ઘટના બાદ ભારે હોબાળો થતાં જીપનો ચાલક જીપ મૂકી ભાગી ગયો હતો. ફળિયાના લોકો દોડીને ચાલી કે ઉભી ન થઈ શકનાર માસૂમ ગાયત્રીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હજારોનો ખર્ચ થશે એવું જાણવા મળતા તેને પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં લઈ જવાય હતી. જ્યાં ગાયત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

જીપ ચડાવીને ચાલકે ગાડીને પાછી રિવર્સ પણ કરી હતી
જીપ ચડાવીને ચાલકે ગાડીને પાછી રિવર્સ પણ કરી હતી

બાળકીને બંને જાંઘે ફ્રેક્ચર થયા
વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાને આજે ત્રણ દિવસ પૂરા થઈ ગયા છતાં જીપનો ચાલક પોલીસ પકડમાં આવ્યો નથી. એટલું જ નહીં પણ કરોડોના ફ્લેટમાં રહેતા જીપના ચાલકે બાળકીના સારવાર ખર્ચ માટે પણ કોઈ પહેલ કરી નથી. આવા વ્યક્તિને કડક સજા થવી જોઈએ. બાળકીના પગની જાંઘમાં ફેક્ચર અને આજે મોઢા પર સોજા પણ આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. બસ જીપના ચાલકને પોલીસ 24 કલાકમાં લોકઅપમાં બેસાડે નહીંતર હવે પોલીસ કમિશનરને મળીને રૂબરૂ રજુઆત કરી ન્યાયની અપીલ કરીશું.

અન્ય સમાચારો પણ છે...