સુરતમાંથી બનતું કાપડ વિશ્વના મોટા ભાગના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે જાપાનની મોટી ગાર્મેન્ટ કંપનીઓએ સુરતમાં ગાર્મેન્ટ યુનિટ નાંખવા માટે રસ દાખવ્યો છે. જેના માટે જાપાનની કંપનીઓએ ચેમ્બર ઓફ કોમર્સ પાસે ટેડા માંગ્યા છે.
જાપાનની ગાર્મેન્ટિંગ કંપનીઓએ ચેમ્બર ઓફ કોમર્સ પાસે સુરતમાં સ્ટિચિંગ યુનિટ વિશે વિગતો માંગી છે, સાથે સાથે સ્ટિચિંગની માળખાગત સુવિધાઓ કેવી છે તે અંગે ડેટા માંગ્યા છે. જો કે, જાપાનની કંપની જોબવર્ક સુરતમાં કરાવવા અથવા તો સુરતની આસપાસ પોતાનું યુનિટ નાંખવાની પણ તૈયારી દર્શાવી રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાલ સ્ટીચીંગ યુનિટ્સ અંગેનો સરવે કરવામાં આવી રહ્યો છે.
સુરતના કાપડની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, ‘સુરતમાં બનતા કાપડની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં છે. ત્યારે જાપાનની મોટી ગાર્મેન્ટ કંપનીઓએ સુરતમાં ગાર્મેન્ટિંગનો બિઝનેસ કરવા માટે રસ દાખવ્યો છે. ચેમ્બર પાસે ડેટા માંગવામાં આવ્યા છે. ડેટા તૈયાર કરીને ચેમ્બર મોકલશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.