તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાંડેસરાની મિલના ગોડાઉનમાં ભીષણ આગ,15 બંબા દોડ્યા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરાની ડાઇંગ મિલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. - Divya Bhaskar
પાંડેસરાની ડાઇંગ મિલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.
  • 3 કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

પાંડેસરા જીઆઈડીસી ખાતે શ્યામા ડાઈંગ મીલમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી. ત્રણ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પાંડેસરા જીઆઈડીસીમાં રાજલક્ષ્મી ડાઈંગ મીલની બાજુમાં આવેલી શ્યામા ડાઈંગ મીલમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મીલમાં ગ્રે કાપડના ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી જતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પાંચ ફાયર સ્ટેશનની 12 થી 15 ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયેલી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે અઢી થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, ગ્રે કાપડના ગોડાઉનમાં ગ્રાઉન્ડ ફ્લોરથી આગ પકડાઈ હતી અને પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. આશરે અઢી કલાકની ફાયર ફાયટીંગ બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...