સુરતમાં આગ બાદ સિલિન્ડર બ્લાસ્ટ:કામરેજના ઉભેળ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં

સુરત6 મહિનો પહેલા
ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી
  • ફાયર બ્રિગેડની 5 ટીમ આગને કાબૂમાં લેવા પાણીનો સતત મારો ચલાવી રહી છે

સુરત જિલ્લાના કામરેજના ઉભેળ ગામ ખાતે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે. દરમિયાન બિલ્ડિંગમાં આગને પગલે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગને કાબૂમાં લેવા માટે બારડોલી અને પલસાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 5 જેટલી ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટે જોતરાઈ છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બાજુનું નવું બિલ્ડિંગ પણ આગની ચપેટમાં
ઉભેળ ગામની ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ગાદલા બનાવાતા હતા. ત્યારે ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની ફાયર બ્રિગેડને જામ કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે બાજુમાં બનેલી નવી બિલ્ડિંગ પણ ચપેટમાં આવી ગઈ હતી.ફાયર બ્રિગેડની ટીમ પાણીનો સતત મારો કરીને આગને બુઝાવવા પ્રયાસ કરી રહી છે.

ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ગાદલા બનાવાતા હતા
ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ગાદલા બનાવાતા હતા