તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કતારગામની બેંક ઓફ બરોડામાં ભારે ભીડ, સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકની અંદર નિયમો બહાર ઐસીતૈસી

કતારગામ બાળાશ્રમ સામેની બરોડા-દેના બેંકમાં ખાતેદારોની ભારે ભીડ જામી રહી છે, નાના-મોટા કામો માટે લોકોએ કલાકો લાઇનમાં અટવાવુ પડે છે, માસ્ક-સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યાં છે. સોમવારથી લઈ શુક્રવાર ચાલુ દિવસોમાં કાયમ જ આવી ભીડ જોવા મળી રહી છે.

ત્રણ બેંક મર્જ થઈ ગઈ હોય તેમાં બરોડા બેંકની કતારગામ જૂના પોલીસ સ્ટેશન સામેની શાખા બંધ કરી બાળાશ્રમ સામેની દેના બેંકમાં શિફ્ટીંગ કરાયું છે. તેથી ત્રણેય બેંકના ખાતેદારો કામ માટે આવતાં હોય રોડ પર જ લાંબી લાઈનો ખડકાઈ જાય છે. ખાતેદારોએ પારાવાર અગવડતા સહન કરવી પડી રહી છે, આ લાંબી લાઇનોનું દ્રશ્ય રોજ જોવા મળતું હોય બેંક ઉઠવાની તરેહ તરેહની અટકળો પણ સેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...