ક્રાઇમ:વેસુમાં ઘરકામ કરતી મહિલા 5.45 લાખની ચોરી કરી ફરાર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસુના હેપ્પી રેસીડન્સીના કાપડના વેપારીના ઘરમાંથી કામવાળી 5 દિવસમાં રોકડ અને ઘરેણાં મળીને 5.45 લાખની ચોરી કરી અર્જન્ટ કામનું બહાનું કરી ફરાર થઈ ગઈ હતી. સંગીતા નામની કામવાળી બાઈ વેસુના સુમન સાગરમાં રહેતી હોવાનું શેઠાણીને કહ્યું હતું. કામવાળીએ મોબાઇલની વિગત ખોટી લખાવી હતી પ્રૂફ આપવા માટે પણ સતત બહાણું કાઢતી હતી. માસ્ક પહેર્યા હોવાથી યુવતી બિલ્ડિંગના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતી નથી.  ઉમરા પોલીસમાં વેપારી કમલેશ વાઘવાણીએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...